વારણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રિયંકા વાડ્રા પૂજા કરવા પહોંચે તે પહેલાં જ શરૂ થયો વિવાદનો સૂર

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓની ધાર્મિક સ્થાનો પર મુલાકાત વધી રહી છે. જેના માટે હાલ ઉત્તર પ્રદેશના ચાર દિવસના પ્રવાસ પર ગયેલા કોંગ્રેસ મહાસચિવવ પ્રિયંકા ગાંધી વાડ્રા 20 માર્ચે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેવા જઇ રહ્યા છે.

આ પેહલાં જ તેમના માટે વિવાદ શરૂ થઇ ચુક્યો છે. વારાણસીના વકીલોઓ પ્રિયંકા વાડ્રાના ભગવાન શંકરના પવિત્ર કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા આર્ચના સામે જ વાંધો ઉઠાવ્યો છે. જેના માટે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને જિલ્લાધિકારીઓને પત્ર લખ્યો છે.

READ  2019ની ચૂંટણીના ગઠબંધન અંગે શરદ પવારે ખોલ્યા પોતાના પત્તા, જાણો શું ફરી થામશે કોંગ્રેસનો હાથ ?

આ પણ વાંચો : શું આવતીકાલથી 4-5 દિવસ માટે બેન્કો રહેશે બંધ ?,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં મેસેજની હકીકત જાણો

પત્ર દ્વારા વકીલોએ જણાવ્યું કે, વિશ્વનાથ મંદિર હિન્દુ સનાતન ધર્મના દેવતાઓનું મંદિર છે અને તેમાં અન્ય ધર્મ હોવાના કારણે પ્રિયંકા વાડ્રાને ત્યાં જવા દેવા જોઇએ નહીં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંબોધિત કરી લખવામાં આવેલા પત્રમાં પણ આ વાત કહેવામાં આવી છે. તેમજ પ્રિયંકા વાડ્રાના ધર્મ સામે જ સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે ઉત્તર પ્રદેશમાં તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે. જેમાં તેઓ પ્રયાગરાજથી વારાણસીની વચ્ચે ગંગા નદીમાં 100 કિલોમીટરની મુસાફરી કરશે. જેમાં 20 માર્ચે કાશીના વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવા માટે પહોંચશે. જે પહેલાં જ વિરોધનો સૂર શરૂ થયો છે.

READ  રેલવેની નવી યોજના, હવે ટિકીટ બુકિંગ વખતે મળશે પૈસાથી જોડાયેલો આ નવો નિયમ!

Top News Stories Of Gujarat : 21-02-2020| TV9News

FB Comments