કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને મંત્રી બન્યાં ને ચૂંટણી પંચે આચાર-સંહિતા લગાવી, હવે વિકાસનો કામો તો શું પણ સરકારી ગાડી પણ નહીં વાપરી શકે!

ગુજરાત સરકારના 3 નવ-નિયુક્ત પ્રધાન પદના શપથ તો લઇ લીધા પણ કરમની કઠણાઇ કહો કે તેેમની કમનસીબી જેના માટે તેઓ પક્ષ પલટો કરીને પ્રધાન પદ ગ્રહણ કર્યુ પણ તેઓ પોતાના વિસ્તારના કોઇ વધારાના કામો નહી કરાવી શકે.

ઉંઝા અને તલાલાની પેટા ચુટણી પણ જાહેર

ભાજપે ગુજરાત કોંગ્રેસ ઉપર રાજકીય સ્ટ્રાઇક કરીને તેને આચકો આપ્યો અને એકજ દિવસમાં માણાવદર અને ધાંગધ્રા કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામી અપાવીને કોંગ્રેસને આધાતમાં મુકી દીધી છે.  આઘાત માત્ર એટલા માટે વધારે  હતો કે કુંવરજી બાવળીયા પછી ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ તો કોંગ્રેસમાં ગયા જ હતા, સાથે સાથે માણાવદરના જવાહર ચાવડા અને ધાંગધ્રાના કોંગ્રેસી ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ રાજીનામું આપી દીધું.  તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સજા થતા તેમનો ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું  ત્યારે હવે ઉંઝા અને તલાલા માટે પેટા ચુટણી ગુજરાતમાં લોકસભા ઇલેક્શન સાથે જ યોજાશે.

3 પ્રધાનો પૈકી બે મુળ કોંગ્રેસી

ભાજપે લોકસભા ઇલેક્શન પહેલા બીજી વખત 3 કોગ્રેસી મહાનુભાવોને બીજી વખત પ્રધાન મંડળનો વિસ્તાર કરીને પ્રધાન પદ આપ્યું, જેમા માણાવદરના જવાહર ચાવડાને કેબીનેટ પ્રધાન બનાવવામાં આવ્યા.  મુળ કોંગ્રેસી અને વિધાનસભા ઇલે્કશન પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા જામનગરના ધર્મેન્દ્ર સિહ જાડેજાને રાજ્યકક્ષા જ્યારે વડોદરાની માંજલપુર બેઠકના  વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજ્યકક્ષાનો હવાલો સોપી દેવાયો છે. તેમને ખાતા પણ ફાળવી દેવામાં આવ્યા છે.  જવાહર ચાવડાએ તો પક્ષ પલટો એટલા માટે કર્યો હતો કે તેમને પોતાના વિસ્તારનો વિકાસ કરવો હતો સાથે ધર્મેન્દ્ર સિહ જાડેજાએ આવી જ વાતો કરી હતી,  જ્યારે યોગેશ પટેલે પણ વિસ્તારના વિકાસ હવે ઝડપી થશે તેવો દાવો કર્યો હતો.

 

 

પ્રધાનોના અરમાનો ઉપર ઇલેક્શન કમિશને ફેરવ્યુ ઠંડુ પાણી

સોમવારે ત્રણેય પ્રધાનો વિધિવત ચાર્જ પણ લઇ લેશે  પણ તેમના વિકાસના પ્રોજક્ટ ઉપર હાલ ઇલેક્શન કમિશને બ્રેક મારી છે.  ઇલેક્શન કમિશને લોકસભા ઇલેક્શનની તારીખો જાહેર કરી દેતા હવે સમગ્ર દેશમાં આચાર સંહિત્તા લાગુ થઇ ગઇ છે. પરિણામે હવે રાજ્ય અને દેશમાં કોઇ એવા નવા વિકાસ કામોની જાહેરાત નહી થઇ શકે જેને લોભ અથવા લાલચની શ્રેણીમાં મુકી શકાય એટલે કે પ્રધાનો હવે પોતાના વિસ્તાર માટે કોઇ નવા પ્રોજેક્ટ કોઇ નવા કામો કે કોઇ નવા રોડ કે નવા બાંધ કામને મંજુર નહી કરાવી શકે.  તેઓ સરકારી ગાડીનો ઉપયોગ પણ નહી કરી શકે એટલે કે સરકારી ખર્ચે ક્યાય પ્રવાસ પણ નહી કરી શકે. નિયમ પ્રમાણે CM સિવાય તમામ પ્રધાનોએ સરકારી ગાડીઓ પણ જમા કરાવી દેવાની હોય છે, જેથી હવે જ્યાર સુધી કેન્દ્રમાં નવી સરકાર નહી બની જાય ત્યા સુધી આચાર સહિત્તા લાગુ રહેશે એટલે કે હાલ પુરતો તો આ પ્રધાનોના હરખ ઉપર ઇલેક્શન કમિશને ઠંડુ પાણી રેડી દીધુ છે.  ઓછામાં ઓછા અઢી મહિના તો તેમને પોતાના સત્તાનો ઉપયોગ કરવા માટે રાહ જોવી પડશે.

Ahmedabad: Miscreant arrested for killing a man over an old rivalry in Ramol- Tv9

FB Comments

Anil Kumar

Read Previous

LRD ભરતીમાં યુવતી નાપાસ હોવા છતાં ડુપ્લીકેટ કોલલેટર લઈને શારીરિક પરિક્ષા આપવા આવી, બાયોમેટ્રીક સિસ્ટમના લીધે ફૂટ્યો ભાંડો

Read Next

ટીવી9 અને સી-વોટરનો લોકસભા ચૂંટણી સર્વે, મહાગઠબંધનથી મોદી સરકારને નુુકસાન, જાણો કોને કેટલી સીટો મળી શકે છે?

WhatsApp chat