ફરી અલ્પેશ ઠાકોર સામે આવ્યા અને ભાજપમાં જોડાવવાની વાત પરથી પડદો ઉઠાવ્યો, આવતીકાલે કરશે પત્રકાર પરિષદ

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોડતોડની નવી જ નીતિ ચલાવવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના હાલના સમયમાં કદ્દાવર નેતા અલ્પેશ ઠાકોર ચૂંટણી પહેલાં જ પક્ષ પલ્ટો કરે તેવી વાતોએ જોર પકડ્યું છે. આ અગાઉ અલ્પેશ પોતાના ભાજપમાં જોડાવવાની વાતને નકારતાં રહ્યા છે. પરંતુ હાલમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક નજીક 12 માર્ચના રોજ ગુજરાતમાં થવાની છે ત્યારે તે પહેલાં અલ્પેશ કોંગ્રેસ છોડી ભાજપમાં જઇ શકે છે.

તાજેતરમાં પત્રકાર સાથ વાતચીતમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હું ભાજપ સાથે જોડવવાની વાત માત્ર અફવા છે. હું કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નથી. તમે ખોટી વાતો ફેલાવી રહ્યા છો. ભાજપ સાથે જોડાવવાની વાત મેં ક્યારેય કરી નથી. અન્ય કોઇ પણ સવાલના જવાબ આપવાનું તાડી દેતાં અલ્પેશે આવતી કાલે પત્રકાર પરિષદ યોજવાની વાત કરી છે.

આ પણ વાંચો : શાંતિના ખોટા ઢોંગ વચ્ચે ઇમરાન ખાન સરકારની નફ્ફટાઇ, કાશ્મીરમાં પાકિસ્તાન ચાલી રહ્યું છે 1947ની ‘નાપાક’ ચાલ

આ તરફ ભાજપે અલ્પેશ સાથે જોડાય તે માટે કોઈ પ્રકારનો સંપર્ક કરવામાં આવ્યો નથી, પણ હવે અલ્પેશ જો તૈયારી બતાવશે તો ભાજપ બે હાથે અલ્પેશને ભાજપમાં સમાવવા માટે અને તેને વજનદાર પદ આપવા માટે પણ તૈયાર હોવાની માહિતી મળી રહી છે. આ વચ્ચે 8મી માર્ચે ચૂંટણીનું બ્યુંગલ ફુંકાય અને આચારસંહિતા લાગી શકે છે. ત્યારે અંતિમ ક્ષણોમાં કોંગ્રેસને નબળું પાડવા માટે અલ્પેશ ભાજપમાં જોડાય જાય તેવી વાતો પણ થઈ રહી છે. ગત્ત વખતે નારાજગી સમયે અલ્પેશને દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતું.

અગાઉ પણ અલ્પેશ પાર્ટીથી નારાજ હોય તેવી વાતો સામે આવી હતી. જે પછી દિલ્હી હાઈકમાન્ડે તેને મનાવી લીધા હોવાની વાતો સામે આવી હતી. તે સમયે અલ્પેશે પોતે ભાજપ સાથે નહીં જોડાય તેવી વાતો સ્પષ્ટ શબ્દોમાં ઉચ્ચારી દીધી હતી. તો બીજી તરફ અલ્પેશને આ પહેલા બિહારના સહ પ્રભારીનું પદ પણ મળ્યું હતું.

Valsad: Massive fire breaks out in a company at Gundlav GIDC- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

શાંતિના ખોટા ઢોંગ વચ્ચે ઇમરાન ખાન સરકારની નફ્ફટાઇ, કાશ્મીરમાં પાકિસ્તાન ચાલી રહ્યું છે 1947ની ‘નાપાક’ ચાલ

Read Next

રાફેલ પર રાહુલ ગાંધીનો ઉગ્ર સૂર, મોદી કેમ કોઈ તપાસ કરાવતાં નથી ?, તો ભાજપે પણ કર્યો પલટવાર, તમને શું પાકિસ્તાન પર વિશ્વાસ છે ?

WhatsApp chat