લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે, અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના 3 ધારાસભ્યો પણ પાર્ટી છોડે તેવી શક્યતાઓ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે. તેઓ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી શકે છે.

અમદાવાદમાં ગત મોડી સાંજે મળેલી ઠાકોર-ક્ષત્રિય સમાજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 48 કલાકમાં જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી શકે છે. અલ્પેશ સાથે અન્ય 3 ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસમાં સતત થઈ રહેલી અવગણનાને જોતા અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે.

 

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આજે અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે અમિત શાહની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.

READ  પ્રદેશ ભાજપ દ્વારા સંગઠન સંરચનાની કવાયત, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યના જિલ્લાઓમાં પ્રમુખની થશે વરણી

લોકસભાની ચૂંટણીમાં પાટણ, બનાસકાંઠા બેઠક પર કપરાં ચઢાણ હોવાથી ભાજપને પણ છેલ્લી ઘડીએ અલ્પેશને ભાવ આપવાની ફરજ પડી છે. હવે લોકસભાની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં છે અને પાટણ અને બનાસકાંઠા બંને બેઠક પર ભાજપ બેકફૂટ હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે.

ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ ‘ઓપરેશન બનાસ’ ફરી શરૂ કર્યુ હતુ. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી કે અમિત શાહ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા અમદાવાદ આવ્યા હતા ત્યારે શંકર ચૌધરીએ અમિત શાહ અને અલ્પેશ ઠાકોર જૂથની બેઠક કરાવી હતી. ત્યારબાદ અલ્પેશ ઠાકોરનો પક્ષપલટો નિશ્ચિત બન્યો હતો. અલ્પેશે છેલ્લા 2 દિવસથી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર પણ શરુ કરી દીધો હોવાનું જાણવા મળ્યુ છે.

READ  રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

આ અગાઉ ચૂંટણીની જાહેરાત પહેલાં જ જ્યારે કૉંગી ધારાસભ્યોના પક્ષપલટાની મોસમ ખીલી હતી ત્યારે અલ્પેશ ઠાકોર ભાજપ સાથે સીધા સંપર્કમાં હતા. તેમને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પણ મુલાકાત લીધી હતી. જો કે એ વખતે અલ્પેશ ઠાકોરે પોતાના માટે કેબિનેટ દરજ્જો અને સાથે આવનારા વધુ ત્રણ ધારાસભ્યો માટે પણ પ્રધાનપદની જીદ પકડતાં ભાજપે એ સોદાબાજી ફોક કરી હતી.

અલ્પેશ ઠાકોર થોડા સમયથી કોંગ્રેસથી ભારે નારાજ ચાલી રહ્યા હતા. પક્ષમાં થતી ઉપેક્ષાને કારણે વારંવાર મીડિયામાં કોંગ્રેસ છોડવાના અહેવાલો આવતા હતા.. અલ્પેશ ઠાકોરે આ અગાઉ પોતાની પત્ની માટે પાટણ લોકસભા બેઠક માટે ટિકિટ માગી હતી. જ્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માટે સાબરકાંઠા બેઠક પર ટિકિટની માગણી કરી હતી.

READ  કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના, સારવાર માટે વડોદરા ખસેડાયા

જો કે કોંગ્રેસે તેમની આ માગણી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો તો બીજીબાજુ કૉંગ્રેસમાં હાર્દિકના આગમનને લીધે પણ અલ્પેશ જૂથનું મહત્વ ઘટી ગયું હતું. જો કે કૉંગ્રેસે ઠાકોરજૂથને રાજી રાખવા અલ્પેશને બિહારનું પ્રભારીપદ આપવા ઉપરાંત ચૂંટણીલક્ષી દરેક સમિતિમાં પણ સ્થાન આપ્યું હતું.

 

Oops, something went wrong.
FB Comments