કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો રાજ્યસભા ચૂંટણી પહેલા દાવોઃ અમારા સંપર્કમાં ભાજપના MLA

વિધાનસભા ગૃહમાં પ્રદિપસિંહ જાડેજાના કટાક્ષ બાદ કોંગ્રેસના થરાદથી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે દાવો કર્યો છે. ગુલાબસિંહે દાવો કર્યો કે, રાજ્યસભાની 4માંથી 2 બેઠક કોંગ્રેસ જીતી રહી છે. અને ભાજપના કેટલાક ધારાસભ્યો તેમના સંંપર્કમાં પણ છે. ભાજપના કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે.

 

વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારના કટાક્ષ થયા. એટલે સુધી કે, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તો કહી દીધું કે, રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. જેને ઈચ્છા હોય તે ભાજપમાં જોડાઈ શકે છે. વાત જાણે એમ હતી કે, અભેસિંહ તડવીએ પોતાના પ્રવચન બાદ સરકારના વખાણ કર્યા. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે કટાક્ષ કર્યો કે, સરકારના ગમે તેટલા વખાણ કરો. પરંતુ તમે પ્રધાન તો નહીં જ બની શકો. કારણ કે, પ્રધાન મંડળ આઉટ સોર્સિંગથી ચાલે છે.

READ  કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી ખાતે પહોંચ્યા

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર આગામી શૈક્ષણીક સત્ર પહેલા રાજ્યમાં મુસ્લિમ સમુદાયને આપશે આરક્ષણ!

ગુલાબસિંહ રાજપૂતના આ કટાક્ષ બાદ, પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી દરમિયાન જેને ભાજપમાં જોડાવવું હોય. તે આવી શકે છે. તેવું આમંત્રણ આપી દીધું. જો કે, રાજપૂતે કહ્યું કે, કોંગ્રેસે જે આપ્યું છે. તે ભાજપ નહીં આપી શકે.. આ શાબ્દિક લડાઈ બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ચૂંટણી આવે ત્યારે ભાજપ ડરીને ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. તે ફરી શરૂ થઈ ગયું છે.

READ  રાજ્યના 52 લાખ ખેડૂતો પર આફત, વળતર માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં હાડમારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments