લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની પડી વિકેટ, માણાવદરના ધારાસભ્યનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાઈને સાંજે લઈ શકે છે મંત્રીપદના શપથ

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી ઉંઘતી ઝડપાઈ છે. ચૂંટણી પહેલા હમેશાં જોડતોડની નિતીમાં ભાજપ કોંગ્રેસને માત આપતુ હોય છે, તેવો જ કઈંક ઘાટ આજે ઘડાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમા જોડાવાની અટકળો વચ્ચે સૌરાષ્ટ્ર્નાં કદાવર નેતા જવાહર ચાવડા ભાજપમાં જોડાઈ રહ્યાં છે.

સૌરાષ્ટ્રના માણાવદરના વર્ષોથી કોંગ્રેસનો ગઢમાં આજે ભાજપે ગાબડું પાડ્યું છે. વર્ષોથી કોંગ્રેસમાં જીત મેળવી રહેલા દિગ્ગજ નેતા જવાહર ચાવડા ભાજપમાં જોડાશે, અટકળો તો એવી પણ છે કે, જવાહક ચાવડાને મંત્રી પદ પણ સોંપવાની પાર્ટીએ તૈયારી બતાવી છે.

 

READ  21મી સદીમાં ભારતીય ચૂંટણીમાં ચૂંટણીપંચે કરી નાખ્યો સૌથી મોટો ફેરફાર, હવે ચૂંટણીમાં નેતાઓ છેતરપીંડી કરવા પહેલાં ન માત્ર 100 વખત વિચાર કરશે પરંતુ ડરશે પણ

જવાહર ચાવડાએ વિઘાનસભા અધ્યક્ષને પોતાનુ રાજીનામું આપ્યું હતું. જો કે રાજીનામાનું કોઈ કારણ જણાવ્યુ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે, એક બાદ એક પડી રહેલા રાજીનામાના કારણે કોંગ્રેસ ચિંતામાં મુકાઈ ગઈ છે. જો કે આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનો એકપણ ધારાસભ્ય રાજીનામું આપવાનો નથી. પરંતુ તેઓ આ વાતને લઈને સદંતર ખોટા સાબિત થયા છે. ઉપરાંત કોંગ્રેસના ધારસભ્ય ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

READ  VIDEO: સુરતના વેપારીએ આફતને બદલી અવસરમાં, કોરાના વાઈરસના પ્રિન્ટવાડી સાડી કરી તૈયાર અને મળ્યો મોટો એર્ડર
Oops, something went wrong.
FB Comments