ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ભાજપ ફાડી શકે છે છેડો, 24 કલાકમાં થઈ શકે મંત્રીમંડળનું વિસ્તરણ

કર્ણાટકની બાદ હવે ગોવામાં પણ ભાજપે રાજનીતિ રમવાનું શરુ કરી દીધું છે. ગોવામાં 10 કોંગ્રેસના ધારાસભ્યોએ દિલ્હી ખાતે ભાજપની સદસ્યતા લઈ લીધી છે. આના લીધે ભાજપ ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે પોતાનો છેડો ફાડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની હત્યાના કેસમાં પોલીસે કુલ 6 આરોપીની ધરપકડ કરી

આગળના 24 કલાકમાં ભાજપ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. ભાજપે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે નાતો તોડવાનું મન બનાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે ગોવામાં ભાજપે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી છે અને તેમને ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ નેતાઓને મંત્રીપદ પણ આપ્યું છે. હવે ભાજપે 10 કોંગ્રેસી ધારાસભ્યોને મનાવી લીધા છે જેના લીધે સરકાર બહુમતમાં આવી જાય છે. ભાજપે એક અપક્ષના ધારાસભ્યને પણ ગઠબંધનમાંથી બહારનો રસ્તો બતાવી આપવાનું નક્કી કર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોંગ્રેસના નેતાઓની વાત કરીએ તો 10 કોંગ્રેસના ધારાસભ્યો ભાજપની સાથે જોડાયા છે અને ભાજપ તેમાંથી ત્રણને ભાજપ મંત્રીપદ આપશે તેવું સુત્રોના આધારે જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત કાવલેકરને ભાજપ ડેપ્યુટી સીએમનું પદ આપી શકે છે. ધારાસભ્ય બાબૂશ મુનસરત, નૈરી રાર્ટરિસ અને માઈકલ લોબોને મંત્રી બનાવવામાં આવશે. અન્ય ધારાસભ્યોએ કોઈપણ શરત વિના જ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી લીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગોવાના સીએન પ્રમોદ સાવંત દ્વારા આ બાબતે હાલ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આમ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોના આધારે બહુમત હાસલ કરીને ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે છેડો ફાડવાનું નક્કી કરી લીધું છે. કોંગ્રેસના આ ધારાસભ્યો શુક્રવારના રોજ ગોવા પહોંચી શકે અને ત્યારબાદ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે.

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

Top News Stories From Gujarat :22-07-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

ધોનીના આઉટ થયા બાદ ભાવુક થયા રોહિત શર્મા, પેવેલિયનમાં જ રડવા લાગ્યા!

Read Next

VIDEO: મૌલવીએ પૈસાની છેતરપિંડી કરી તો મહિલાઓએ ધોલાઈ કરી નાખી

WhatsApp પર સમાચાર