વિધાનસભામાં ગૃહપ્રધાન પ્રદિપસિંહની જાહેરમાં ઓફર, ‘રાજ્યસભાની ચૂંટણી આવે છે કોંગ્રેસ ધારાસભ્યોને આવવું હોય તો આવી શકે’

Congress MLAs reject Pradipsinh Jadeja's offer to join BJP ahead of Gujarat RS polls vidhansabha ma HM Pradipsinh jadeja ni jaher ma offer rajyasabha nu election aave che congress MLA ne aavvau hoy to aavi shake

વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારના કટાક્ષ થયા. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તો કહી દીધું કે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, જેને ઈચ્છા હોય તે ભાજપમાં જોડાઈ શકે છે. વાત જાણે એમ હતી કે, અભેસિંહ તડવીએ પોતાના સંબોધન બાદ સરકારના વખાણ કર્યા. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે કટાક્ષ કર્યો કે, સરકારના ગમે તેટલા વખાણ કરો. પરંતુ તમે પ્રધાન તો નહીં જ બની શકો. કારણ કે, પ્રધાન મંડળ આઉટ સોર્સિંગથી ચાલે છે.

READ  Gujarat Fatafat : 24-05-2017 - Tv9 Gujarati

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગુલાબસિંહ રાજપૂતના આ કટાક્ષ બાદ પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી દરમિયાન જેને ભાજપમાં જોડાવવું હોય તે આવી શકે છે, તેવું આમંત્રણ આપી દીધું. જો કે, રાજપૂતે કહ્યું કે, કોંગ્રેસે જે આપ્યું છે, તે ભાજપ નહીં આપી શકે. આ શાબ્દિક લડાઈ બાદ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી આવે ત્યારે ભાજપ ડરીને ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરે છે. તે ફરી શરૂ થઈ ગયું છે.

READ  કોણ છે ‘અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ’ના પ્રમુખ? જેઓ લોકસભાની ચૂંટણી લડશે અને પુરૂષોને અપાવશે ન્યાય!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વલસાડઃ ઈમારતનો જર્જરીત સ્લેબ તૂટ્યો! કાટમાળમાં એક વ્યક્તિ થયો ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

FB Comments