10 FACTS : કૉંગ્રેસનું એ સત્ય કે જેને આજના નેતાઓ નથી જાણતા, દેશને આઝાદ કરાવવા માટે નહોતી સ્થપાઈ કૉંગ્રેસ

દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસ 133 વર્ષની થઈ ગઈ. આ હિસાબે કૉંગ્રેસનો આજે 134મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના પાર્ટી મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો અને રાહુલ તથા પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહે કેક કાપી.

જે કૉંગ્રેસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવવામાં સૌથી મોટો અને મહત્વનો ફાળો આપ્યો, તે કૉંગ્રેસની સ્થાપનાનો ઉદ્દેશ શું હતો? શું આજના કૉંગ્રેસ નેતાઓ જાણે છે કે આ પક્ષની સ્થાપનાનો ઉદ્દેશ દેશને આઝાદી અપાવવાનો નહોતો. કૉંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ નિવૃત્ત બ્રિટિશ અધિકારી એ ઓ હ્યૂમ અને તેમના સાથીઓએ કરી હતી.

કૉંગ્રેસના 134મા સ્થાપના દિવસે અમે આપને બતાવીશું કૉંગ્રેસ સાથે જોડાયેલા કેટલાક એવા સત્ય કે જે આજના મોટાભાગના કૉંગ્રેસીઓ નથી જાણતાં.

(1) ડિસેમ્બર-1884માં ઍલન ઑક્ટૅવિયન (એ. ઓ.) હ્યૂમે 17 સાથીઓ સાથે મદ્રાસમાં થિયોસોફિકલ કન્વેંશન કે બાદ એક બેઠક કરી. આ બેઠકમાં કૉંગ્રેસની સ્થાપનાનો નિર્ણય કરાયો.

READ  સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ

(2) સ્થાપના વખતે કૉંગ્રેસ પાર્ટીનો ઉદ્દેશ બ્રિટિશ રાજમાં ભારતીયોને શિક્ષિત કરવાનો હતો. આ ઉપરાંત એવા ફોરમની સ્થાપના કરવાનો હતો કે જેમાં શિક્ષિત ભારતીયો હોય અને તેઓ બ્રિટિશ હુકૂમત સાથે રાજકીય સંવાદ કરી શકે.

(3) કૉંગ્રેસની પ્રથમ મીટિંગ પૂના (હવે પુણે)માં યોજાવાની હતી, પરંતુ ચોલેરા ઘટનાક્રમને પગલે આ બેઠકનું સ્થળ બૉંબે (હવે મંબઈ) કરી નખાયું. હ્યૂમે વાઇસરૉય લૉર્ડ ડફરીન પાસેથી આ મીટિંગ માટેની મંજૂરી લીધી હતી.

(4) કૉંગ્રેસની પ્રથમ બેઠકમાં વ્યોમેશ ચંદ્ર બૅનર્જી (ઉમેશ ચંદ્ર બૅનર્જી) કૉંગ્રેસના પ્રથમ અધ્યક્ષ ચૂંટાયા. આ ઉપરાંત 72 પ્રતિનિધિઓની પણ પસંદગી કરવામાં આવી.

(5) 1905 સુધી કૉંગ્રેસ પાસે લોકોનું બહુ સમર્થન નહોતું. લૉર્ડ કરઝનની બંગાલ વિભાજનની જાહેરાત બાદ વરિષ્ઠ કૉંગ્રેસ નેતાઓ સુરેન્દ્રનાથ બૅનર્જી તથા સર હેન્રી કૉટને રાજકીય વાડાઓ તોડ્યા અને સ્વદેશી અભિયાનમાં પાર્ટી જોડાઈ.

READ  ગુજરાતની આ કોલેજો પોતાનાજ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને છે બેદરકાર, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ગુમાવવી પડી રોજગારીની તક

(6) મહાત્મા ગાંધી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા. કૉંગ્રેસે તેમને પ્રમુખ ચૂંટ્યા. 1919ના પ્રથમ વિશ્વ યુદ્ધ સુધી મહાત્મા ગાંધી આધ્યાત્મિક નેતા અને કૉંગ્રેસના આઇકૉન બની ચુક્યા હતાં.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

(7) કૉંગ્રેસ પાર્ટીએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી. 15 કરોડ મિલિયન સભ્યો અને 70 મિલિયન લોકોને સાથે રાખી કૉંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી અપાવી.

(8) આઝાદી બાદ પણ કૉંગ્રેસે ભારત પર રાજ કર્યું. આઝાદી બાદ યોજાયેલી 15 લોકસભા ચૂંટણીઓમાંથી કૉંગ્રેસે 6 વાર એકલા હાથે વિજય મેળવ્યો, જ્યારે 4 વખત તેણે ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું.

આ પણ વાંચો : જાણો આવતા પાંચ દિવસમાં આપના શહેરમાં કેટલી પડશે ઠંડી ? ગરમ કપડાં ગમશે કે અકળાવશે?

(9) કૉંગ્રેસ આઝાદ ભારતની સૌથી જૂની શાસક પાર્ટી છે. કૉંગ્રેસે કેન્દ્રમાં 49 વર્ષ શાસન કર્યું.

READ  હાઈકોર્ટનો આદેશ: કોંગ્રેસની અરજીને ફગાવી, અલ્પેશ ઠાકોરને મળી રાહત

(10) કૉંગ્રેસ પાર્ટીમાંથી 7 વડાપ્રધાનો બન્યા. તેમાં જવાહરલાલ નહેરૂ, ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, પી. વી. નરસિંહ રાવ, ડૉ. મનમોહન સિંહનો સમાવેશ થાય છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat congress launched Missed Call campaign against New Motor Vehicle Act | Tv9

FB Comments