મુખ્યમંત્રીની પસંદગી માટે રાહુલ ગાંધીએ શરૂ કરી ‘મન કી બાત’ ?

છત્તીસગઢમાં આશરે 15 વર્ષ પછી મળેલી જંગી બહુમતી બાદ હવે કોંગ્રેસ સમક્ષ મુખ્યમંત્રી પદ માટે કોના પર પસંદગી ઉતારવી તેનો પડકાર છે. લાંબા સમયથી દિલ્હીથી જ હાઈ કમાન્ડ ઓપરેટ કરનાર કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવતર પ્રયોગ અજમાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢમાં નેતાઓની જગ્યાએ કોંગી કાર્યકરોએ ફોન કરીને કોને મુખ્યમંત્રી બનાવવા તેનો અભિપ્રાય મેળવી રહ્યા છે. આ પહેલી વખત બની રહ્યું છે કે કોંગ્રેસના અધ્યક્ષે સીધા કાર્યકરોને ફોન કરીને તેમની સલાહ માંગી હોય. આ પહેલા રાહુલ ગાંધીએ છત્તીસગઢના કોંગ્રેસી કાર્યકરોને બબ્બર શેર કહીને સંબોધન કર્યું હતુ.

READ  શિયાળામાં કરો આ કસરત, દિવસભર રહેશે તાજગી અને શરીર બનશે મજબૂત!

આ પણ વાંચો : પાંચ રાજ્યોમાં હાર પછી શું મોદી અને શાહની જોડી આ પાંચ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે ?

હાલમાં કોંગ્રેસમાં ટીએસ સિંહદેવ, ડો.ચરણદાસ મહંત, ભૂપેશ બધેલ, તામ્રધ્વજ સાહૂ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે. જેમના નામ પર વિચાર ચાલી રહ્યા છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘હાથી’ બચાવવશે ‘પંજો’, જાણો શું છે ગણિત ?

READ  અમદાવાદમાં BRTSનો અકસ્માત: મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જવાબદારો સામે આપ્યા તપાસના આદેશ, જુઓ VIDEO

છત્તીસગઢમાં 90માંથી 67 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવીને ભાજપના ગઢમાં સૌથી મોટું નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે ભાજપ માત્ર 15 બેઠકો પર જ જીત મેળવી શક્યું છે.


FB Comments