ગરીબોને વાર્ષિક રૂ.72 હજાર બાદ રાહુલ ગાંધીનો વધુ એક વચન, જો કોંગ્રેસ સત્તામાં આવશે ‘નીતિ આયોગ’નું જ વિસર્જન કરી નાખશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સત્તા મેળવવા માટે સતત વાયદાઓની લાઈન લગાવી રહ્યા છે. અગાઉ તેમની સરકાર સત્તામાં આવી તો 25 કરોડ ગરીબોના ખાતામાં દર વર્ષે રૂ. 72,000 જમા કરાવવાના વચન બાદ વધુ એક મોટી જાહેરાત કરી હતી તે પછી હવે તેમણે નીતિ આયોગનો જ અંત લાવવાની વાત કરી છે.

લોકસભાની ચૂંટણીને જોતાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો તેઓ સત્તામાં આવ્યા તો નીતિ આયોગનો અંત આણવામાં આવશે. આ અંગે તેમને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જો તેઓ ચૂંટણી બાદ સત્તામાં આવશે તો નીતિ આયોગને વિખેરી નાખવામાં આવશે. આ આયોગે સરકારનું માર્કેટિંગ પ્રેઝંટેશન બનાવવા અને આંકડાની હેરાફેરી કરવા સિવાય કોઈ જ કામ કર્યું નથી.

અગાઉ રાહુલ ગાંધીની ન્યાય યોજના બાદ નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આ યોજનાના વિરોધમાં નિવેદન આપ્યું હતું. રાજીવ કુમારે કહ્યું હતું કે, જો આવી જોઈ સ્કીમ લાવવામાં આવી તો તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અત્યંત ગંભીર અસર પડશે. રાજીવ કુમારના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતાએ તેમની ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

READ  કિસમેં કિતના હૈ દમ... લોકસભા ચૂંટણી પહેલા આકાશમાં સર્જાશે રાજકીય યુદ્ધ

આ પણ વાંચો : અમિત શાહની રેલી ન માત્ર અમદાવાદના રસ્તા પર પણ સોશિયલ મીડિયા પર પણ હશે વિશાળ, પહેલી વખત એથિકલ હેકર્સની પણ લેવામાં આવી મદદ

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, સત્તામાં પાછા ફરવા પર નીતિ આયોગના સ્થાને અત્યંત માઈક્રો પ્લાનિંગ કમિશનને લાવવામાં આવશે. આ આયોગના સભ્ય દેશના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ અને જાણકારો હશે. આ અયોગમાં 100 લોકો કરતા પણ ઓછો સ્ટાફ રાખવામાં આવશે.

READ  અલ્પેશ ઠાકોરના બચાવમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં અમારુ કદ વધી રહ્યું જે પાર્ટીને ખટકે છે

Top 9 Sports News Of The Day : 24-02-2020 | Tv9GujaratiNews

FB Comments