મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!

મહારાષ્ટ્રની સત્તાનું સિકંદર કોણ બનશે, જે મામલે દિલ્હી, મુંબઈ અને નાગપુરમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવાનો રસ્તો શોધી રહી છે. પરંતુ કોંગ્રેસે સરકાર બનાવવી હશે તો શિવસેનાને સાથે લેવી પડશે. એટલે એવી પાર્ટી જે હંમેશા તેની સામે પક્ષમાં રહી છે. શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેએ પોતાના જીવનકાળમાં કોંગ્રેસ પર અનેક આકરા પ્રહારો કર્યા છે. જેને લઈને કોંગ્રેસ આવા કોઈ નિર્ણય લેવા પહેલા બધા પાંસા જોઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BUDGET 2019 : શૅર બજારે વધાવ્યું બજેટ, ટૅક્સ છૂટની જાહેરાત થતા જ સેંસેક્સમાં મોટો ઉછાળો

આ પણ વાંચોઃ એક નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ શરૂ, લોકો દેખાડી રહ્યા છે આ બહાના

શિવસેના સાથે દોસ્તી પર ચર્ચા પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા કોંગ્રેસના અધ્યક્ષા સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. બાલા સાહેબના સમયથી શિવસેનાની રાજનીતિ જોનારા સોનિયા ગાંધી આવા ગઠબંધનથી કંઈ ખાસ ઉત્સાહી નથી. તેમણે પાર્ટીના નેતાઓને રાહ જોવાની નીતિ પર રહેવાનું કહ્યું છે.

READ  સાત દિવસ બાદ અણ્ણા હઝારેનું અનશન થયું પૂર્ણ, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરાવ્યા પારણાં

Image result for sonia gandhi congress maharashtra

શુક્રવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણ અને પૃથ્વીરાજ ચૌહાણ, મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ, અને માનિક રાવ ઠાકરે મળવા પહોંચ્યા હતા. સવારના સમયે સોનિયા ગાંધી મુલાકાત કરી શક્યા ન હતા. જેને લઈને લાંબા વિરામ બાદ સાંજના સમયે મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચે શું ખીચડી પાકી રહી છે તેની જાણકારી સોનિયા ગાંધીને આપી હતી. સાથે સોનિયા ગાંધીને એ વાતથી પણ જાણકાર કરાયા હતા કે, ભાજપને સત્તાથી દૂર રાખવા જરૂર પડે તો કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ.

FB Comments