બજેટ પછી રાહુલ આવ્યા ફ્રન્ટફૂટ પર, ખેડૂતોને સાડાત્રણ રૂપિયા આપીને 5 મિનિટ સુધી તાળી વગાડીને મોદી સરકારે ખેડૂતોનું અપમાન કર્યું છે

બજેટમાં મોદી સરકારના માસ્ટર સ્ટ્રોક પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બેકફૂટ પર આવી ગયા છે. બિહારમાં જન ‘આકાંક્ષા રેલી’માં રાહુલે પોતાના પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરી હતી. કોંગ્રેસ પાર્ટી 30 વર્ષ પછી રાજ્યની રાજધાની પટનામાં મહારેલીનું આયોજન કર્યું છે. જ્યારે કોંગ્રેસની આ મહારેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે સહયોગી આરજેડીના નેતા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : કેવી રીતે અને કોને મળશે રૂ. 3000 પેન્શન ?, જાણો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંગે તમામ માહિતી

રાહુલ ગાંધીએ રેલીને સંબોધીત કરતાં પોતાના ભાષણમાં મોદી સરકારને આડે હાથ લેતાં કહ્યું કે મોદીજી એ એક સમયે 15 લાખ રૂપિયા દરેક નાગરિકના ખાતામાં જમા કરવાની વાત કરી હતી, પરંતુ અહીં કોઇ એવી વ્યક્તિ છે કે જેના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થયા હોય. મોદીજી જ્યાં પણ ગયા છે બસ મોટી મોટી વાતો જ કરી છે.

#Patna : Congress President Rahul Gandhi attacks Modi govt over Budget 2019 at #JanAakanshaRally. #Bihar #TV9News

#Patna : Congress President Rahul Gandhi attacks Modi govt over Budget 2019 at #JanAakanshaRally. #Bihar #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, ३ फेब्रुवारी, २०१९

હાલમાં રજુ થયેલા બજેટ પર મોદી સરકારના નાણામંત્રીને નિશાન સાધતાં કહ્યું કે, પીયૂષ ગોયલ દ્વારા બજેટને લઇને મોટીમોટી વાતો કરવામાં આવી તેમની સરકારના લોકોએ અને મોદીજીએ તાળીયો વગાડી. ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા આપીને તેમણે પાંચ મિનિટ સુધી તાળીઓ વગાડી ખેડૂતોનું અપમાન કર્યું છે.

READ  સુરતના ઉધના વિસ્તારમાં ગેસ પાઈપલાઈન લીકેજથી લાગી આગ, જુઓ VIDEO

આ સાથે જ રાહુલ ગાંધીએ વધુ એક વખત અંબાણીના 30 હજાર કરોડ આપ્યાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, દેશના ખેડૂતોને માત્ર સાડા ત્રણ રૂપિયા જ, આ તો દેશના ખેડૂતોનું અપમાન કહેવાય. અગાઉ પણ મોદીજીએ દેશના નાગરિકોને કહ્યું હતું કે તેમની સરકાર દેશના દરેક નાગરીકના ખાતામાં 15 લાખ જમાં કરાવશે, તો શું આવી ગયા 15 લાખ?

READ  મુશર્રફ પણ બોલ્યા ઇમરાનની ભાષા,'પાકિસ્તાન પર હુમલો કર્યો તો તે પીએમ મોદીના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થશે'

[yop_poll id=”1036″]

FB Comments