દિલ્હી વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યા 2 મેનિફેસ્ટો, CAA-NRCને બનાવ્યા મુખ્ય મુદ્દા

congress releases manifesto for delhi assembly election focuses on environment delhi vidhansabha election congress jaher karya 2 manifesto CAA-NRC ne banavya mukhya mudda

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. તેની સાથે જ દિલ્હીને લઈ કોંગ્રેસનું વિઝન પણ સાફ થઈ ગયુ છે. કોંગ્રસે 2 ઘોષણાપત્ર જાહેર કર્યા છે. કોંગ્રેસે પર્યાવરણ અને પરિવહન પર અલગ અલગ ઘોષણાપત્ર જાહેર કર્યા છે. ઘોષણાપત્રમાં પર્યાવરણના મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. તે દરમિયાન DPCC અધ્યક્ષ સુભાષ ચોપડા, CWC સભ્ય આનંદ શર્મા અને ઘોષણાપત્ર કમિટીના ચેરમેન અજય માંકણ પણ હાજર રહ્યા હતા.

 

કોંગ્રેસના ઘોષણાપત્રમાં શું ખાસ

કોંગ્રેસે તેમના ઘોષણાપત્રમાં કહ્યું કે પાર્ટી 21 ફેબ્રુઆરી 2020 સુધી અનુચ્છેદ 131 હેઠળ નાગરિકતા કાયદા બિલને લઈ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. પાર્ટી નાગરિકત્વ કાયદાની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. કોંગ્રેસે તેમના ઘોષણાપત્રમાં NRCને દિલ્હીમાં લાગૂ નહીં કરવાની વાત કહી, તેની સાથે કોંગ્રેસે કહ્યું કે NPRને હાલમાં લાગૂ નહીં કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમરેલી: નગરપાલિકાના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને નારણ કાછડીયા એક મંચ પર રહ્યાં હાજર

કોંગ્રેસે તમામ અનાધિકૃત કોલોનીઓને નિયમિત કરવાનો વાયદો કર્યો છે. આ કોલોનીઓના ઉત્થાન માટે 5 વર્ષમાં 35 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની વાત કરી છે. કોંગ્રેસ દ્વારા થ્રી વ્હીલર્સ અને ઈ-રિક્ષા ચાલકોની બાકીની તમામ લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ઘોષણાપત્રમાં ગ્રેજ્યુએટ યુવાઓને 5 હજાર રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓને 7,500 રૂપિયા પ્રતિમાસ ભથ્થું આપવાનો વાયદો કર્યો છે.

READ  કોરોના વાયરસ: આ ભારતીય બિઝનેસમેન આપશે 100 કરોડ રૂપિયા, આનંદ મહિન્દ્રા પણ કરી ચૂક્યા છે મદદની જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાની વાત કરી છે. સરકાર બનવાના 6 મહિનામાં દિલ્હી સરકારમાં ખાલી પડેલા પદો ભરવાનો વાયદો કર્યો છે. તેની સાથે 5 હજાર કરોડનું ફંડ સ્ટાર્ટઅપ્સને જરૂરી સહયોગ પ્રદાન કરવા માટે, આ રકમ 5 ભાગમાં ખર્ચ કરવામાં આવશે. દરેક વર્ષે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

BPL પરિવારોને સ્ટાર્ટઅપ માટે 25 લાખ રૂપિયાની રકમ, 7 યોજના હેઠળ 5 લાખ જરૂરિયાતમંદ પરિવારોને દરેક વર્ષે 72,000 રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસે પર્યાવરણ અને પરિવહન માટે અલગથી મેનિફેસ્ટો જાહેર કર્યુ છે. તે સિવાય 15,000 ઈલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે. ઈલેક્ટ્રિક કાર ચાર્જ કરવા માટે 1,000 ઈલેક્ટ્રિક ચાર્જ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સરકારી સ્કૂલો અને કોલેજોમાં નર્સરીથી PHD સુધી શિક્ષણ તમામ રીતે મફતમાં રહેશે.

READ  BIG-BREAKING: બિન-સચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી, SITના રિપોર્ટ બાદ સરકારે લીધો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અનાથ છોકરીઓના લગ્ન માટે 5,000 રૂપિયા પ્રદાન કરશે. મહિલાઓ અને વિકલાંગોને 5000 રૂપિયાનું પેન્શન આપવાનો વાયદો કરવામાં આવ્યો. 10 વિશ્વસ્તરીય કોલેજોનું નિર્માણ કરવાનો વાયદો, 300 યૂનિટ સુધી વીજળી ફ્રી રહેશે અને 300થી 400 યૂનિટ સુધી 50 ટકા છુટ આપવાનો વાયદો કરવામાં આવ્યો.

 

Oops, something went wrong.
FB Comments