કોંગ્રેસના વિશ્વાસું સામ પિત્રોડના વિવાદાસ્પદ બોલ, શું ખરેખર 300 આતંકીને ઠાર કરાયા છે કે માત્ર લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે?, મોદીએ પણ કર્યો વળતો પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક મનાતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા એ પુલવામા હુમલા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુંબઈમાં પણ હુમલો થયો હતો તેમજ પુલવામા હુમલા માટે આખા પાકિસ્તાન પર આરોપ મૂકવો યોગ્ય નથી.

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ટેક્નોક્રેટ અને કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને લઇ સામ પિત્રોડાએ કેટલાક સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે 26/11 મુંબઇમાં આઠ લોકોએ હુમલો કર્યો હતો જેથી આ હુમલા માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ન ગણી શકાય.

તેમણે ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇકને લઇને પણ સવાલ ઉઠાવ્યો અને સરકાર પર આરોપ મુકતા કહ્યું કે, શું ખરેખર 300 આતંકીને ઠાર કરાયા છે કે માત્ર લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે કારણ કે આતંરરાષ્ટ્રીય મીડિયાએ કોઇ જાનહાનિ થઇ હોય તેવા અહેવાલ આપ્યા નથી.

સામ પિત્રોડાના નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી. મોદીએ લખ્યું કે, વિપક્ષે આપણી સેનાનું ફરીથી અપમાન કર્યું છે. હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે વિપક્ષના નેતાઓના નિવેદન પર સવાલ પૂછો. તેમને કહો કે 130 કરોડ ભારતીયો વિપક્ષના અસંગતતાને માફ નહીં કરે. ભારત સેનાની સાથે ખભેથી ખભા મેળવીને ઊભો છે.

READ  પાકિસ્તાન ખડકી રહ્યું છે સરહદ પર હથિયારો, તોપ અને ફાઈટર જેટ કર્યા તૈનાત

આ પણ વાંચો : ગુજરાતની બાકી રહેલી 25 બેઠકો માટે આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહ કરી શકે છે નામોની જાહેરાત, રૂપાણી સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા

ગયા મહિને 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા અને આ મોટા હુમલા બાદ દેશમાં ઘણો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સરકાર પર દબાણ હતું કે તેના પર પોતાનો જવાબ આપે. બાદમાં ભારતીય સેના એ પાકિસ્તાનનની સરહદમાં બાલાકોટમાં ઘૂસી જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા.

READ  બારડોલીના કિકવાડ ગામે દીપડો પાંજરે પુરાયો! દીપડાની દહેશતથી લોકોમાં ફેલાયો હતો ભય

Oops, something went wrong.

FB Comments