VIDEO: મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો, કમલનાથ સરકાર પર સંકટના વાદળો

Congress says 8 Madhya Pradesh MLAs confined in Gurgaon hotel, BJP trying to topple Kamal Nath govt MP Ma fari ek var rajkiya garmavo kamalnath sarkar par sankat na vadado

મધ્યપ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ભાજપે બસપાના 2, એક અપક્ષ અને 6 કોંગ્રેસી ધારાસભ્યોને ગુંડગાવની આઈટીસી મરાઠા હોટલમાં બંધક બનાવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો અને રાતે જ ભોપાલથી મંત્રી જીતૂ પટવારી અને જયવર્ધનસિંહને દિલ્લી મોકલવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં તો તમામ ધારાસભ્યોને હોટલથી કોઈ અજાણ્યા સ્થળે લઈ જવાયા હતા. માત્ર રામબાઈ જ હોટલની બહાર મળ્યા હોવાનું સામે આવ્યું છે.

 

ત્યારે દિગ્વિજયસિંહનું પણ કહેવું છે કે ભાજપે ધારાસભ્યોને બંધી બનાવી લીધા છે. આ તમામ હોટલમાં છે અને મને હોટલમાં જવા નથી દેતા. બીજી તરફ તમામ ધારાસભ્યોના ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યાં છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા પણ દિગ્વિજયસિંહે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને 25થી 35 કરોડની ઓફર આપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના આ 10 નેતાઓ શપથ ગ્રહણ કરશે

દિગ્વિજયસિંહે ભાજપ પર કોંગ્રેસ ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્ય બૈજનાથ કુશવાહે પણ ભાજપ તરફથી 25 કરોડની ઓફર મળવાનો આરોપ લગાવ્યો હતો. મધ્યપ્રદેશની રાજકીય ગતિવીધી પર નજર કરીએ તો હાલમાં વિધાનસભામાં 228 સભ્ય છે. જેમાં બે ધારાસભ્યોના મૃત્યુ બાદ બે સીટો ખાલી છે. હાલ કોંગ્રેસની પાસે 114 ધારાસભ્ય અને ભાજપ પાસે 107 ધારાસભ્ય છે.

READ  IRON LADY ઈન્દિરા ગાંધીની 35મી પુણ્યતિથિ, આ 5 નિર્ણયથી બદલાયો ભારતનો ઈતિહાસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બાકી 9 સીટોમાંથી બે બસપાની પાસે છે. જ્યારે એક ધારાસભ્ય સપાનો છે. બીજી તરફ વિધાનસભામાં ચાર અપક્ષ ધારાસભ્ય પણ છે. ભાજપની નજર કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો પર છે. મંત્રી પદ નહીં મળવાથી નારાજ આદિવાસી ધારાસભ્ય બિસાહૂલાલસિંહ સહિત બીજા ધારસભ્યો પર ભાજપની નજર છે.

READ  ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથની નિમણૂક કરાઈ, જસ્ટિસ અનંતકુમાર દવેની જગ્યાએ ચાર્જ લેશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: ACBનો વધુ એક સપાટો, રાજ્ય વીમા નિગમના મેનેજરને રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

FB Comments