ઉત્તર પ્રદેશ વિધાનસભા બન્યું ‘કુરુક્ષેત્ર’, ચાલુ વિધાનસભા સત્રમાં નેતાઓ પોતાની ગરિમા ભૂલ્યા અને કરી બેઠાં શરમજનક કૃત્યુ !

એક તરફ નેતાઓ પોતાના નિવેદનમાં મર્યાદા ભૂલ રહ્યા છે ત્યારે તાજેતરમાં ઉત્તર પ્રદેશની વિધાનસભાના બજેટ સત્રમાં વિચિત્ર તસ્વીર જોવા મળી હતી. વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો. વિરોધ વચ્ચે આ વિરોધપક્ષો પોતાની ગરિમા પણ ભૂલ્યાં હતાં.

નેતાઓએ ચાલું વિધાનસભાના સત્રની અંદર રાજ્યપાલ પર કાગળના ગોળા બનાવીને ફેંક્યા હતાં તો વિધાનસભાની બહાર આખલાને સાથે રાખી વિરોધ પ્રદર્શનો કર્યા હતાં. વિરોધ પ્રદર્શન દરમિયાન સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્ય્ય તો બેભાન પણ થઈ ગયાં હતાં, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

READ  મહારાષ્ટ્રના ગઠબંધનમાં થયો આ નવો વિવાદ, જાણો કોંગ્રેસને શું પડ્યો વાંધો?

યોગી સરકારના બજેટ સત્રની કાર્યવાહીની શરૂઆત કરવા માટે રાજ્યપાલ રામનાઈક અભિભાષણ માટે આવી પહોંચ્યા હતા. ત્યારે જ વિરોધ પક્ષના સભ્યોએ તેમના તરફ કાગળના ગોળા ફેંક્યા અને ભારે નારેબાજી કરી. રાજ્યપાલે લગભગ 11 વાગ્યે સદનમાં ભાષણ વાંચવાનું શરૂ કર્યું કે વિરોધ પક્ષોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું. તેમણે ‘રાજ્યપાલ વાપસ જાઓ’ના નારા લગાવ્યા અને નાઈક તરફ કાગળના ગોળા ફેંક્યા. જોકે રાજ્યપાલ વિરૂદ્ધ ફેંકાયેલા કાગળના ગોળા તેમના સુધી પહોંચ્યા નહોતા અને સુરક્ષાકર્મીઓ ઢાલ બનાવીને તેને અધવચ્ચે જ અટકાવી દીધા હતાં. જે પછી મહામહેનતે રાજ્યપાલનું ભાષણ પૂર્ણ થયું હતું.

READ  કોણા દબાણમાં આવી RBI ગવર્નર પદેથી ઉર્જિત પટેલે આપવું પડ્યું રાજીનામું ?

બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા વિધાનસભાની બહાર પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમને પ્રદર્શન માટે આખલાના પોસ્ટરને સૌથી આગળ રાખ્યા હતાં અને હાથમાં બેનર દર્શાવી ભારે નારેબાજી કરી હતી. જેમાં લખ્યું હતું કે – ‘સાંઢ ઓર કિસાન દોનો પરેશાન’

[yop_poll id=1103]

FB Comments