લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે લોંચ કર્યું એક નવી જ પરિભાષા સાથે ‘અબ હોંગા ન્યાય’ થીમ સોંગ

કોંગ્રેસ પાર્ટીએ ‘અબ હોંગા ન્યાય’ની થીમ સાથે એક સોંગ લોંચ કર્યું છે. જેમાં ભાજપ સરકારની નિર્ણયોને વખોડવામાં આવ્યા છે સાથે જ એક રાહુલ ગાંધી કોંગ્રેસની ન્યાય યોજનાને પ્રમોટ કરતાં નજરે પડી રહ્યાં છે. 

ભાજપ દ્વારા કરાયેલા કામોમાં ભાજપે યુપીમાં જે શહેરોનાં નામ બદલ્યા અને નોટબંધી લાગુ કરીને લોકોને હેરાન કરવાનું કામ કર્યુ છે. તેમ છતાંય આ મુદ્દાઓને સામે ધરીને ભાજપ લોકોને મત આપવા માટે કહી રહી છે, પણ બસ હવે બહુ થયુ, આ વખતે હવે ફરીથી જનતા તમારા ઝાંસામાં નહિં આવે અને કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે. વીડીયોમાં રાહુલ ગાંધીને બતાવાયા છે, જેમાં કહેવાય છે કે કોંગ્રેસ લોકોને ન્યાય અપાવશે.
આ સોંગમાં કોંગ્રેસ પાર્ટી પોતાની ન્યાય યોજનાને પણ પ્રમોટ કરી રહી છે, જેને પોતાનાં મેનિફેસ્ટોમાં મહત્વનું સ્થાન આપ્યુ છે. કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીનાં કહેવા મુજબ આ યોજનાએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે.
આ યોજના થકી કોંગ્રેસ પાર્ટી દેશની જનતાને ન્યાય અપાવવાની વાત કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે એકલા હાથે ચૂંટણી લડીને એક વાત સાબિત કરવા માંગે છે કે કોંગ્રેસ પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે પોતાની ઈમેજ ઊભી કરશે. પરંતુ આ વખતની ચુંટણી બાદ કોંગ્રેસ પાર્ટીનું ભવિષ્ય નકકી થઇ જશે કે રાહુલ ગાંધીને લોકો કેટલા સ્વીકાર કરે છે.
આ ગીતમાં કોંગ્રેસ પાર્ટી યુવાનોને રોજગાર આપીને, ખેડુતોને, તેમજ દેશનાં દરેક વર્ગનાં લોકોને ન્યાય અપાવશે તેવું બતાવવામાં આવ્યું છે.  આ ગીતમાં લોકોને કોંગ્રેસ પાર્ટીને વોટ કરવા માટેની અપીલ કરીને દેશને એક નવી સરકાર લાવવાની અપીલ કરવામાં આવી રહી છે. આમ કોંગ્રેસની ન્યાય યોજનાને પ્રજા કેટલો ન્યાય આપે છે તે તો ચૂંટણીના પરીણામ દ્વારા જ નક્કી થશે.
Oops, something went wrong.
FB Comments
READ  સુરત: તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી નથી મળ્યો ન્યાય!