વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ઠપકો

ગુજરાત વિધાનસભાનમાં આજનું સત્ર હંગામી બન્યું હતું. ખેડૂતોના સવાલો પર આજે વિપક્ષે વિધાનસભામાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર પણ પોતાની જ રણનીતિ પર ચાલી રહી હતી. અંતે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોરચાર સાથે વોકઆઉટ કર્યું હતું. ટેબલેટ મામલે રાજ્ય સરકારની દરખાસ્ત આજે વિધાનસભા અધ્યક્ષ મંજૂર રાખી વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ઠપકો આપ્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાંથી કુપોષણ આ પ્રકારે દૂર થશે? બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી મળે છે સડેલું ભોજન

આમ તો વિધાનસભામાં હોબાળો થવો એ સ્વાભાવિક વાત માનવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના વિવિધ મુદ્દે ઘેરાયેલી રાજ્ય સરકારને ફરી વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા ખેડૂતો મામલે ઘેરવાનો પ્રયાસ કરાયો હતો. જેના કારણે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન જ પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા. પ્રશ્નોત્તરીમાં બીજા જ પ્રશ્ન પર ચર્ચા થઈ રહી હતી. જેમાં બનાસકાંઠા અને બોટાદ જિલ્લામાં પાકવીમા કેટલા ટકા અને કેટલાક ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. સવાલ પક્ષના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવ્યો હતો.

READ  રાજ્યના કૃષિ પ્રધાન ફળદુએ તીડના સંકટ માટે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી

જોકે આ સવાલનો જવાબ પૂર્ણ થાય તે પહેલા જ, પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા. અધ્યક્ષ દ્વારા વિપક્ષના ધારાસભ્યોને વારંવાર બેસવાની પણ ટકોર કરવામાં આવી. પરંતુ વિપક્ષ પણ  પોતાના એજન્ડા પર અડગ હતું. છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા પાકવીમા કંપનીઓને છાવરી રહ્યા હોવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. અને ખુદ સરકારના આંકડા અત્યાર સુધી માત્ર 40 ટકા ખેડૂતોને જ પાક વીમા તેમજ અન્ય રાહત મળી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે કોંગ્રેસે ખેડૂત વિરોધી સરકારના નારા સાથે વોકઆઉટ કર્યું હતું અને સરકાર માત્ર અને માત્ર વીમા કંપનીઓને છાવરી રહી હોવાની વાત કરી હતી.

આમ તો વિધાનસભામાં ચર્ચાતા મુદ્દા પર પ્રતિક્રિયા આપવાથી સતત દૂર રહેતી સરકાર પાસે આજે મીડિયા સમક્ષ ખુલાસો કર્યા સિવાય છૂટકો ન હતો. જેના કારણે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ મીડિયાને સંબોધતાં તમામ આક્ષેપો અને પાયા વિહોણા ગણાવ્યા હતા. સાથે જ પાકવીમા હોય કે, ખેડૂતોને આપવાની અન્ય કોઇ રાહત હોય…સરકાર ખૂબ સારી રીતે કામ કરી રહી હોવાનો દાવો કર્યો હતો. તેમજ વિપક્ષ માત્ર આક્ષેપબાજીની રાજનીતિ કરતી હોવાનું પણ જણાવ્યું હતું

READ  ગુજરાતમાં ભાજપ પોતાના જ સાંસદો પર કરાવી રહી છે 10 એજન્સીઓ પાસેથી સર્વે, જાણવા માગે છે જનમાનસનું મન, રીપોર્ટના આધારે મળશે સાંસદોને ટિકિટ

જો કે સરકાર દ્વારા વિપક્ષના વોકઆઉટ અને પૂર્વ યોજના બનાવવામાં આવી હતી. કેમ કે આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટેબલેટ મામલે સરકાર પર કરાયેલા આક્ષેપોનો ખુલાસો કરવાનો હતો. જો ખુલાસો ન કરી શકે તો માફી માગવાની હતી. ત્યારે આ મુદ્દો ફ્લોર પર ચર્ચા ન થાય તે માટે વિપક્ષે વોકઆઉટ કર્યો હોવાનું સરકારે આક્ષેપ કર્યો હતો. સાથે જ અધ્યક્ષ દ્વારા આજે શાળા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મુકાયેલી ઠપકાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી અને પુરાવા કે યોગ્ય ખુલાસાના અભાવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને વિધાનસભા અધ્યક્ષ ઠપકો આપ્યો હતો.

READ  જાણો છો જયંતિ ભાનુશાળીની હત્યાનું પ્રણ લેનાર મહિલા મનીષા ગોસ્વામી કોણ છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સદનની અન્ય કાર્યવાહીની વાત કરવામાં આવે તો, આજે અંદાજ પત્ર પર પણ ચર્ચા હાથ ધરાઈ છે. જેમાં વિપક્ષ નેતા શૈલેષ પરમાર દ્વારા ગૃહમાં ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, હાલમાં વિકાસલક્ષી અને બિન-વિકાસલક્ષી સમાન ખર્ચ થાય છે. જ્યારે વિકાસલક્ષી વધારે ખર્ચ થવો જોઈએ અને બિન-વિકાસલક્ષી ખર્ચ ઓછો થવો જોઈએ. સરકાર વિદેશી મહેમાનો માટે લાલ જાજામ બિછાવીને બિન વિકાસલક્ષી ખર્ચ વધારે છે. સરકારના અડીખમ ગુજરાત પર કટાક્ષ કરતા તેમને કહ્યું હતું કે અડીખમ ગુજરાત કે ખાલીખમ ગુજરાત ? સવાલ કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments