કોંગ્રેસ હવે ગુજરાતમાં વધુ 8 ઉમેદવારોની યાદી કરશે જાહેર, જાણો કોણ ક્યાંથી છે ચૂંટણીમાં મેદાનમાં?

એક તરફ ભાજપ લોકસભા માટે ઉમેદવારોની શોધવાની પ્રક્રિયામાં લાગી છે ત્યારે કોગ્રેસ હવે પોતાના બાકીના ઉમેદવાર જાહેર કરવાની કવાયતમાં લાગી ગઇ છે. સુત્રોની માનીએ તો આગામી 2થી 3 દિવસમાં વધારાના 8 ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારી થઇ રહી છે.

8 નામો ઉપર કોગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટિમાં સર્વ સંમતિ હોવાની ચર્ચાઇ રહ્યુછે પણ પાર્ટીના સીનિયર નેતાઓ માને છે કે ગુજરાત તરફથી 22 બેઠકો માટે નામોની યાદી તૈયાર છે. બસ હવે સેન્ટ્રલ કમીટીની લીલી ઝંડીની રાહ જોવાઇ રહી છે.  ભાજપ ભલે ગુજરાતમાં 26 સીટો જીતવા દાવો કરતી હોય  કે પ્રચારમાં અગ્રેસર અને શક્તિશાળી હોવાની વાત કરે પણ ઉમેદવારો જાહેર કરવામા કોંગ્રેસે બાજી મારી છે. કોંગ્રેસે પોતાના 4 ઉમેદવારો ભાજપ કરતા વહેલાં જાહેર કરી દીધા છે. હવે કોંગ્રેસના સુત્રોની માનીએ તો આગામી 2 દિવસમાં વધારાના 8 નામો જાહેર થાય તેવી સંભાવના છે. આ 8 ઉમેદવારોમાં દક્ષિણ ગુજરાતના 2, ઉત્તર ગુજરાતના 3 અને સૌરાષ્ટ્રના 3 નામો જાહેર થાય તેવી સંભાવના છે ત્યારે જે નામો સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં મોકલાયા છે તે નીચે મુજબના છે.

READ  કૌભાંડી વિનય શાહ ક્યારે લવાશે ગુજરાત ?, CID ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો

અમદાવાદ પૂર્વ- હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા
મહેસાણા – જીએમ પટેલ, કીરીટ પટેલ અને કીર્તિસિંહ ઝાલા
પાટણ – ભલે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરે ના પાડી હોય ત્યારે હાલ કોંગ્રેસ પાસે આ બન્ને સિવાય કોઇ વિકલ્પ નથી
રાજકોટ – લલિત કગથરા, ઉર્વશી પટેલ, હેમાંગ વસાવડા અને હિતેષ વોરાનું નામ મોકલાવાયું છે.
બનાસકાંઠા – ગોવા દેસાઈ, લાલજી દેસાઈ, દિનેશ ગઢવી અને પરથી ભટોળ મેદાનમાં છે.
અમરેલી – વિરજી ઠૂમ્મર, કોકીલા કાકડિયા અને પ્રતાપ દૂધાત.જેમાં  ઠુમ્મર અને પરેશ ધાનાણીનુ નામ ચર્ચામાં છે.
ગાંધીનગર સીજે ચાવડા,બળદેવજી ઠાકોર
સુરેન્દ્રનગર સોમા પટેલ, લાલજી મેર, ઋત્વીક મકવાણા અને કલ્પનાબેન મકવાણાનુ નામ છે.
જામનગર મૂળૂભાઈ કંડોરિયા, હેમંત ખાવાની
જૂનાગઢ પૂંજા વંશ અને જલ્પા ચૂડાસમા, હિરાભાઈ જાટાવા, બાબુભાઈ વાજા
ભાવનગર નાનુ વાનાણી, કરશન વેગડ, ભીખા જાજડિયાનુ નામ અગ્રેસર છે.
પોરબંદર– લલીત વસોયા અને અર્જૂન મોઢવાડિયાનુ નામ મેદાનમાં છે.
કચ્છ  : નરેશ મહેશ્વરી, કોકીલા પરમાર અને નૌશાદ સોલંકી પણ નસીબ આજમાવી રહ્યા છે.
ખેડા : બીમલ શાહ, નટવરસિંહ ઠાકોર, ધીરૂભાઈ ચાવડા અને કાળૂસિંહ ડાભીનુ નામ છે.
દાહોદ– બાબુ કટારા અને તેમના પુત્ર ભાવેશ, પ્રભાબેન તાવિયાડ અને ચંદ્રીકા બારિયા પણ દાવો કરી ચુક્યા છે.

READ  સાબરકાંઠામાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું ગુંગળાઇ જતા થયું મોત, જુઓ VIDEO

સાબરકાંઠા– મહેન્દ્રસિંહ બારિયા, ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર.

ભરૂચમાં સંપૂર્ણ સત્તા અહેમદ પટેલને અથવા છોટુ વસાવા સાથે જોડાણ થાય તો આ સીટ ભારતિય ટ્રાયબલ પાર્ટીને સીટ આપી શકે છે,  સુરતમાં ધનશ્યામ લાખાણી, ચેતન પટેલ અને પપ્પન તોગડિયા પણ ટીકીટ લેવામાં લાઇનમાં છે.  નવસારીમાં ધર્મેશ પટેલ, રવિન્દ્ર પાટીલ અને તારાચંદ કાસટ લડી રહ્યા છે. જ્યારે  વલસાડમાં કિશન પટેલ, જીતુ ચૌધરી અને અનંત પટેલનુ નામ ચર્ચાઈ રહ્યું છે.

 

READ  રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર પરેશ ધાનાણીએ કર્યુ ટ્વીટ

આમ તો કોંગ્રેસ વડોદરામાંથી પ્રશાંત પટેલ, આણંદથી ભરતસિંહ સોલંકી, છોટાઉદેપુરથી રણજિત રાઠવા અને અમદાવાદ પશ્ચિમમાંથી રાજુ પરમારને ટીકીટ આપી દીધી છે. કુલ 26માંથી ચાર બેઠકના ઉમેદવારો જાહેર કરી ચુક્યા છે ત્યારે આની સાથે જ ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચુટણી માટે પણ કવાયત શરુ થઇ છે.  ત્યારે આગામી બે દિવસમાં લોકસભા માટે વધુ 8 નામો જાહેર થાય તેના માટે ઘડીઓ ગણાઇ રહી છે.

Oops, something went wrong.
FB Comments