કોંગી કાર્યકર્તાઓની દાદાગીરી, સભાની ખાલી ખુરશીનો ફોટો લેવા જતા પત્રકારને માર માર્યો

તમિલનાડુમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની દાદાગીરી સામે આવી છે. એક કોંગ્રેસની સભામાં ફોટો જર્નાલીસ્ટને ફોટા પાડતા અટકાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ માર માર્યો હતો. 

નેતાઓની સભાઓમાં પત્રકારોની હાજરી હોય જ છે. તામિલનાડુમાં પણ કોંગ્રેસની એકસભામાં કોંગી કાર્યકર્તાઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા અને પત્રકારને માર માર્યો હતો. આ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

 

 

થયું એવું એક તમિલનાડુમાં કોંગ્રેસ એક જગ્યાએ સભાનું આયોજન કર્યું હતું અને તેમાં લોકોની વધારે હાજરી ન હોવાથી ખુરશીઓ ખાલી રહી હતી. આમ ફોટો-જર્નાલીસ્ટ તે ખાલી ખુરશીઓનો ફોટો લેવા જતા કોંગી કાર્યકર્તાઓ વિફર્યા હતા અને પોતાની મર્યાદા ભૂલીને એક ફોટો-જર્નાલીસ્ટને માર માર્યો હતો. એક તરફ રાહુલ ગાંધી પોતે પત્રકારોની મદદ કરે છે અને ક્યારેક તેને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડે તેવા કિસ્સાઓ પણ બન્યા છે તો બીજી બાજુ તે જ પાર્ટીના કાર્યકર્તાઓ ભાન ભૂલીને પત્રકારને માર મારી રહ્યાં છે.

તંત્રની ખુલી પોલ, પહેલા વરસાદમાં રસ્તાઓમાં ભરાયા પાણી|Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

વડાપ્રધાન મોદી 26મી એપ્રિલે કાશીથી ઉમેદવારી ફોર્મ ભરશે, શક્તિ-પ્રદર્શન માટે મેગા રોડ-શૉની પણ તૈયારી

Read Next

‘ફીર એક બાર મોદી સરકાર’ના નારા સાથે ભાજપ લોકસભા સંગ્રામ-2019 લડશે, પાર્ટીએ થીમ સોંગ પણ કર્યું લોંચ

WhatsApp પર સમાચાર