LRD પેપર લીકનો રેલો ગુજરાતની બહાર 3 રાજ્યો સુધી પહોંચ્યો, 8 લોકોની ધરપકડ

લોકરક્ષક પેપરલીક કૌભાંડનો રેલો 3 રાજ્યો સુધી પહોંચ્યો છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પેપરલીક કરનારી ગેંગ દિલ્હી-હરિયાણાની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે દિલ્હીની ગેંગ અગાઉ અન્ય રાજ્યોના પેપર ફોડી ચુકી છે પરંતુ ગુજરાતનું પેપર પ્રથમવાર ફોડ્યું છે.

આ સમગ્ર પેપરલીક કૌભાંડના ઘટનાક્રમની વાત કરીએ તો, 29 નવેમ્બરે 4 આરોપી ગાંધીનગર નજીક નાના ચિલોડા ખાતે મળ્યાં, જે બાદ 4 વાહનોમાં 28 પરીક્ષાર્થીઓ દિલ્હીના ઠગ પાસે પહોંચ્યા. આ પેપરલીક ગેંગે ગુડગાંવમાં પરીક્ષાર્થીઓના વાહનો મૂકાવી દીધા, અને અહીંથી તેમની ગાડીઓમાં 5 ગ્રૂપ બનાવીને દિલ્હી લઈ ગયા.

આ પણ વાંચો : સરકાર પર દબાણ લાવવા માટે કોંગ્રેસ કરી શકે છે હાર્દિકની મદદ ! પરેશ ધાનાણી સાથે બેઠક બાદ નવા સમીકરણો

ઠગ ગેંગે 5 સ્થળોએ લીક થયેલુ પેપર વાંચવા માટે આપ્યું. આ પરીક્ષાર્થીઓને લીક થયેલુ પેપર વાંચવા માટે વધુ સમય લાગ્યો. જેથી ગેંગે પરીક્ષાર્થીઓને ટકોર કરી કે અન્ય રાજ્યોના લોકો ઓછો સમય લે છે. આ પરીક્ષાર્થીઓને દિલ્હીથી ફરી ગુડગાંવ લવાય અને ત્યાંથી ગુજરાત રવાના કર્યા.

યશપાલ એક પરીક્ષાર્થી હતો. તેનું સેન્ટર સુરતમાં હતું. યશપાલ દિલ્હીથી પ્લેનમાં પહોંચ્યો અને 3 જયપુર ઉતરી ગયા. તો ગુજરાતથી એકસાથે દિલ્હી ગયેલી 4 ગાડીઓ પૈકી એક ગાડીના ઉમેદવારો પાલનપુરમાં ઉતરી ગયા, એક ગાડી મહેસાણા ગઈ અને બે ગાડી અમદાવાદ પહોંચી હતી. ઠગ ગેંગે પરીક્ષાર્થીઓ પાસેથી વ્યક્તિદીઠ પાંચ લાખના કોરા ચેક ઉઘરાવી લીધા અને પેપર પૂરૂ થાય, જવાબ સાચા નિકળે તો જ ચેક ડિપોઝીટ કરાશે તેવું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : લોકરક્ષક દળ ભરતી પેપર લીક મામલે વધુ એક ભાજપ કાર્યકરની અટકાયત!

દિલ્હીથી આવી પરીક્ષાર્થીઓએ જવાબ તૈયાર કરી અન્ય ઉમેદવારોને પહોંચાડ્યા. જેમાં યશપાલે ગાંધીનગરમાં મનહર પટેલ મારફતે રૂપલ શર્માને આપ્યું તો મુકેશ ચૌધરી અને અન્ય ઉમેદવારોને પણ પહોંચાડ્યું. સૌ પરીક્ષાર્થીઓને દિલ્હી મોકલનાર નિલેશની પણ હવે તપાસ શરૂ થઈ છે. આ સમગ્ર કૌભાંડ 5 લાખમાં લીધેલુ પેપર અન્યને આપીને પૈસા કમાવવા જતા સામે આવ્યું છે.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Case of GST raid; Tax evasion of Rs 1 Crore unearthed in Jalaram Weigh bridge- Tv9

 

FB Comments

Hits: 448

Comments are closed, but trackbacks and pingbacks are open.