VIDEO: ભાવનગરના પોલીસ લાઈનમાં રહેતા કોન્સ્ટેબલે પોતાના જ 3 બાળકોની તીક્ષ્ણ હથિયાર દ્વારા કરી હત્યા

ભાવનગરમાં એક પિતાએ ત્રણ બાળકોની હત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પિતા પોલીસ કોન્સ્ટેબલ છે. વિદ્યાનગરની પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલે જ પોતાના બાળકોની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. પોલીસ વિભાગને જાણ થતા અધિકારીઓ દોડી આવ્યા છે તો બીજી તરફ હત્યા એટલી ઘાતકી હત્યાથી તમામ પોલીસ બેડામાં ચકચારી મચી છે.

READ  Tv star Neha Pendse says Self Pampering is most important - Tv9 Gujarati

આ પણ વાંચોઃ VIDEO: રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી, જાણો કયા પંથકમાં થશે મેઘ મહેર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુખભાઈ શિયાળ નામના કોન્સ્ટેબલે તીક્ષ્ણ હથિયારોથી કોઈ અન્ય નહીં પોતાના જ બાળકોને સજા આપી છે. હત્યા પાછળના કારણની જાણ તો તપાસ બાદ થશે. પરંતુ કોઈ વ્યક્તિ પોતાના જ બાળકોની આવી ક્રૂર હત્યા કરી શકે તે વિચારીને પણ કમકમાટી થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

FB Comments