આ કારણે ડૉ પાયલે આત્મહત્યાને જીવવા કરતા વધારે પસંદ કરી, જુઓ વીડિયો

મુંબઈની નાયર હોસ્પિટલની મહિલા તબીબ પાયલ તડવીનું રેગિંગ કરવામાં આવ્યું હતું. રેગિંગથી પાયલ એટલી હદે કંટાળી હતી કે તેણે મોતને વ્હાલું કરી લીધુ. રેગિંગનો ભોગ બનવા કરતા મરી જવું તેને વધુ સહેલું લાગ્યું હશે. પાયલે મોતને આલિંગન આપ્યું તેના એક કલાક પહેલા તે ખૂબ જ વ્યથિત હતી.

આદિવાસી સમાજનો તે તારલો હતી અને પોતાના ગામમાંથી એક તે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ સુધી પહોંચી શકી હતી. તેમની સાથે જ કામ કરનારી ત્રણ મહિલા ડૉક્ટર દ્વારા સતત પાયલની મજાક ઉડાવવામાં આવતી. પાયલની ખાણીપીણીને લઈને પણ પ્રશ્નો તેમની સાથે જ કામ કરતી તબીબોએ ઉઠાવ્યા હતા. પાયલની એક સેલ્ફીને લઈને પણ તેણીની પજવણી કરવામાં આવી હતી અને આ બધી ઘટનાઓથી કંટાળીને પાયલને મોત વ્હાલું કરવું સારું લાગ્યું.

READ  મનોહર પર્રિકરની હતી રક્ષા સોદાઓ પર જોરદાર પકડ, પર્રિકરે એક સોદામાં સરકારના અંદાજે 49 હજાર કરોડ રુપિયા બચાવી લીધા હતા!

 

 

પોતાની જાતિને લઈને આવા વ્યવહારથી પાયલ ખૂબ રડતી હતી અને તેમના માતાનું કહેવું છે કે પાયલ તેની સાથે કામ કરનારી આ ત્રણ મહિલા તબીબથી અલગ હોસ્ટેલમાં હતી પણ પાયલે જ્યારે આત્મહત્યા કરી ત્યારે તે પાયલની હોસ્પિટલમાં જોવા મળી હતી. આમ આત્મહત્યા કે હત્યા તેને લઈને પણ હવે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. પોલીસ વિભાગે હાલ પાયલને હેરાન કરનારી ત્રણ મહિલા તબીબની ધરપકડ કરી લીધી છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

 

આ પણ વાંચો:  સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર

વધુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાયલના શરીર પર એવા નિશાન જોવા મળ્યાં હતા કે કોઈએ તેને માર માર્યો હોય. આમ પાયલની આત્મહત્યાને લઈને પણ સવાલો ઉઠતા ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરવામાં આવી રહી છે. આ કેસના લીધે સોશિયલ મીડિયામાં પણ રોષ છવાયેલો છે. પાયલને ન્યાય મળે તે માટે #Justice4Payal નામનો એર હેશટેગ સાથે લાખો પોસ્ટ થઈ રહી છે.

FB Comments