રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની દારુ પાર્ટી! 45થી વધુ પોલીસકર્મીઓ નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસના દરોડા

રાજકોટ અમદાવાદ હાઈવે પર પ્રખ્યાત ક્રિષ્ના વોટર પાર્ક આવેલો છે.  આ વોટરપાર્કમાં પોલીસ વિભાગે પોલીસના નિવૃત અધિકારીની પાર્ટી પર જ દરોડા પાડ્યા છે.  એસઓજીના નિવૃત્ત અધિકારીની પાર્ટી ચાલી રહી હતી તેની પર દરોડા પાડવામાં આવ્યા છે.  ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરિ પટેલનો છે.  એસઓજીના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની પાર્ટી ચાલી રહી હતી. પોલીસની દારુ પાર્ટીમાં પોલીસે જ દરોડા પાડ્યા છે. જેમાં 45 જેટલાં પોલીસકર્મીઓ નશાની હાલતમાં મળ્યા છે.

READ  VIDEO: કુશ્તીના મેદાન પર અદ્ભુત દાવપેચ....4 ગુલાટીમાં વિરોધી પહેલવાનને આવી ગયા ચક્કર

આ પણ વાંચો :   અમદાવાદમાં ટ્રાફિક પોલીસકર્મી સાથે નશામાં ધૂત યુવકે કરી મારપીટ, VIDEO થયો વાયરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડીવાયએસપી, પીઆઈ સહિત જેવા ઉચ્ચ હોદ્દાઓ ધરાવતા પોલીસકર્મીઓ પણ પાર્ટીમા સામેલ હોવાની જાણકારી મળી રહી છે. ક્રિષ્ના વોટર પાર્કની બહાર હાઈવોલ્ટેડ ડ્રામા થયો હતો.  દારુડિયાઓ વોટર પાર્કની દીવાલ કુદીને ભાગ્યા હોવાની જાણકારી પણ મળી છે. નશાની હાલતમાં હોવાથી દીવાલ કુદતી વખતે અમુક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે. મીડિયાથી મોં છુપાવીને પોલીસકર્મીઓ ભાગ્યા હતા.

READ  Mother-daughters drown while washing clothes, Junagadh - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આમ રાત્રીના સમયે પોલીસ વિભાગ પર પોલીસ અધિકારીઓએ જ દરોડા પાડતા ચકચાર મચી જવા પામ્યો છે. ઉપરાંત એકસાથે 45 જેટલાં પોલીસકર્મીઓ દારુના નશામાં હોવાની આશંકા છે.  નશાની આશંકાના આધારે જ આ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વોટર પાર્કની દીવાલ કુદીને પોલીસકર્મી ભાગ્યા હોવાની જાણકારી મળી રહી છે.

READ  દારૂડિયા પોલીસકર્મીનું દંગલ! સ્થાનિકોને મારવાનો આક્ષેપ, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments