વડોદરામાં બ્રાન્ડના નામે નકલી વસ્તુ આપીને લોકોને છેતરનારાં વેપારીની પોલીસે કરી ધરપકડ

જો તમે બ્રાન્ડેડ કંપનીની કાડાં ઘડિયાળ પહેરવાના શોખીન છો તો ચેતજો. ક્યારેક બ્રાન્ડના મોહમાં તમને નકલી ઘડિયાળ પણ પધરાવી દેવામાં આવી શકે છે. વડોદરામાં આવા જ એક અસલીના નામે નકલીનો વેપાર કરનારને કોપીરાઈટ વિભાગે ખુલ્લા પાડ્યો છે.

વડોદરાના સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક ખાનગી વોચની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘડિયાળો વેચવામાં આવતી હતી. કંપનીની ફરિયાદને આધારે કોપીરાઈટ વિભાગના અધિકારીઓ દરોડા પાડીને 132 નંગ બ્રાન્ડેડ ઘડિયાળો જપ્ત કરી હતી. કોપીરાઈટ એકટનો ભંગ કરનારા વેપારી સિદ્દીક દુધવાલાની ધરપકડ કરી હતી. આમ, બજારોમાં બ્રાન્ડેડ વસ્તુઓની નકલ કરીને તેને ઓછા ભાવે વેચવામાં આવતી હોય તો ગ્રાહક તરીકે કાળજી રાખીને તેનો ભોગ ન બનવું જોઈએ.

 

[yop_poll id=1608]

Ahmedabad: 2 youths burnt to death as bike catches fire on Bavla-Dholka road- Tv9

FB Comments

amit patel

Read Previous

એક સમયની ટોચની ઍરલાઈન કેમ 1 રૂપિયામાં વેચી રહી છે તેની 50 ટકા ભાગીદારી ?

Read Next

અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાથી લોકસભીની ચૂંટણી લડવા અંગે આપ્યું નિવેદન, જુઓ Video

WhatsApp chat