કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું ભારતમાં 28 કેસ, બહારથી આવનારા તમામ લોકોની તપાસ થશે

corona par kedriya swasthya mantri e kahyu India ma 28 case bahar thi aavnara tamam loko ni tapas thase

દુનિયાભરમાં દસ્તક આપનારા કોરોના વાયરસને લઈ હવે ભારત પણ સતર્ક થઈ ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જાણકારી આપી છે કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 28 કેસ નોંધાયા છે. જેમાં દિલ્હીનો પણ એક કેસ સામેલ છે. આ 28 કેસમાંથી 3 દર્દી સારા થઈ ચૂક્યા છે. હવે વિદેશથી આવનારા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવશે. પહેલા માત્ર 12 દેશોને લઈ આ એડવાયઝરી જાહેર કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વાયરસથી નિપટવાની તૈયારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને વરિષ્ઠ અધિકારીઓની સાથે મળીને બેઠક કરી. કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી કે અત્યાર સુધી 15 લેબ હતી, જ્યાં કોરોના વાયરસની તપાસ કરવામાં આવી રહી છે, હવે સરકાર તરફથી વધુ 19 લેબ બનાવવામાં આવશે.

READ  જામનગર: આરોગ્યતંત્ર લાગ્યું કામે! શાકભાજીના વેપારીઓના આરોગ્યની કરશે ચકાસણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોના વાયરસને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પત્રકાર પરિષદ કરી. તે દરમિયાન તેમને જાણકારી આપી કે હવે ભારત આવનારા તમામ વિદેશી નાગરિકોની તપાસ કરવામાં આવશે. પહેલા માત્ર 12 દેશના લોકોની તપાસ કરવામાં આવતી હતી. રાજ્ય સરકારની સાથે મળીને નિર્ણય લેવામાં આવ્યો કે તમામ હોસ્પિટલોમાં સારી ગુણવતાના આઈસોલેશનની સુવિધા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

READ  PM મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને નવી સરકાર રચવાનો કર્યો દાવો, આ દિવસે યોજાઈ શકે છે શપથવિધિનો કાર્યક્રમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ વખતે કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ થશે નહીં, વાંચો આ છે કારણ

 

Oops, something went wrong.
FB Comments