ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 29,451 પર પહોંચ્યા, એક જ દિવસમાં 1561 પોઝિટિવ કેસનો વધારો

Gujarat witnesses new highest single-day spike as 712 new coronavirus cases reported today. On the other hand 473 patients recovered today and 21 died.

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1561 વધીને 29,451 પર પહોંચી ગઈ છે. અને વધુ 58 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 939 પર પહોંચી ગયો છે. તો 7 હજાર 137 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધી 369 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 8 હજાર 590 કેસ પોઝિટિવ નોંધાયા છે.

READ  દુકાનો ખોલવાના નિર્ણય મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન

Corona desh ma kul 27964 positive case nodhaya aatyar sudhi 884 loko na mot

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 522 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દિલ્લીમાં નવા 190 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 3 હજાર 108 થઈ ગયો છે અને 54 લોકોનાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 75 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 2,165 પર પહોંચી ગયો છે. અને 110 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 1937 કેસ અને 24નાં મોત થયા છે. રાજસ્થાનમાં 2262 કેસ અને 50નાં મોત થયા છે. તો ઉત્તરપ્રદેશમાં 1986 કેસ અને 31નાં મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પ્રણવ મુખર્જીનો પ્રહાર- ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે દેશ, વધી ગઈ અસહિષ્ણુતા!

FB Comments