ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 33,062 પર પહોંચ્યા, મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચ્યો

Corona positive cases rise to 33,062 in India

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1702 વધીને 33 હજારને પાર કરી ગયો છે. વધુ 71 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1 હજાર 79 થઈ ગયો છે. તો 8 હજાર 437 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 32નાં મોત થયા છે. જે એક દિવસમાં નોંધાયેલા મૃત્યુનો સૌથી મોટો આંકડો છે.

READ  TV9ના અહેવાલની અસર, સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર તંત્રએ સમારકામ શરૂ કર્યુ

health-ministry-tells-plasma-therapy-is-illegal-says-may-be-fatal-for-patients-

અત્યાર સુધી કુલ 432 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે. તો 597 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. તો દિલ્લીમાં નવા 125 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 3 હજાર 439 થઈ ગયો છે. 56 લોકોનાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 173 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 3439 પર પહોંચી ગયો છે અને 130 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 2162 કેસ અને 27નાં મોત થયા છે. રાજસ્થાનમાં 2438 કેસ અને 55નાં મોત થયા છે. તો ઉત્તરપ્રદેશમાં 2134 કેસ અને 39નાં મોત થયા છે.

READ  VIDEO: જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયા કોલોની પહોંચ્યા, સફારી પાર્ક સહિતના પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments