કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો ગભરાશો નહીં આ નંબર પર કોલ કરીને માગો મદદ

corona-symptoms-helpline-help-from-home-government-helpline-

કોરોના વાઈરસને લઈને દેશભરમાં હાહાકાર છે. ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો ના થાય તે માટે 76 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી કે ડરવાની જરૂર નથી. તમે હેલ્પલાઈન પર કોલ કરો અને સરકારની પાસે મદદ માગો. જો તમે આમ નથી કરી રહ્યાં તો તમે ભૂલ કરી રહ્યાં છો અને તેના લીધે તમારું પરિવાર અને તમારા સંપર્કમાં આવનારા લોકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે.

READ  અભિનેતા ઈરફાન ખાનની તબિયત બગડી, આઈસીયુમાં લઈ રહ્યાં છે સારવાર!

AMC Ahmedabad Good Step Against Corona Virus

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ વાઈરસ ના ફેલાઈ તેની તકેદારીરુપે હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. હેલ્પલાઈન ડેસ્ક પર 24 કલાક સેવા આપવામાં આવી રહી છે અને જો કોઈ કોરોનાના લક્ષણ તમારા શરીરમાં દેખાય તો તમે આ હેલ્પલાઈન પર કોલ કરી શકો છો. આ સિવાય કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી વોટસએપ પર પણ પ્રાપ્ત કરી શકાય છે. જેનો નંબર 90131 51515 છે.

READ  રાજ્યમાં કોરોનાના ટેસ્ટ હજુ વધારવા તજજ્ઞોની ભલામણ, ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટી આજે CMને રિપોર્ટ સોંપશે

કોરોના વાઈરસ છે કે નહીં કેવી રીતે ખબર પડે? 5 દિવસમાં આ 3 લક્ષણ દેખાય તો કરાવો ટેસ્ટ

corona helpline gujarat emergency contact

જો તમારે કોરોના વાઈરસ અંગે જાણકારી ઈમેઈલના માધ્યમથી મેળવવી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અને તે માટે તમારે સરકારના ncov2019@gov.in મેઈલ પર સંપર્ક કરવાનો રહેશે.  ગુજરાત સરકારે પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. તમારા શરીરમાં કોરોના વાઈરસના લક્ષણ દેખાય તો તમે 104 નંબર કોલ કરીને વિગતો મેળવી શકો છો. આ સિવાય કેન્દ્ર સરકારના 1075 નંબર પર પણ કોલ કરીને સહાયતા માગી શકાય છે.

READ  'ફોની' વાવાઝોડાએ મચાવ્યું તાંડવ, 3 લોકોના મોત તો 160 લોકો ઘાયલ, જમીન પર આવ્યા બાદ નબળું પડ્યું 'ફોની'

 

Oops, something went wrong.
FB Comments