મુંબઈની હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ જ બની રહ્યાં છે કોરોના વાઈરસના શિકાર

WOCKHARDT HOSPITAL MUMBAI
ભારતમાં સતત કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એમા ખાસ મહારાષ્ટ્રમાં આંકડાઓ તીવ્ર ગતિથી વધી રહ્યાં છે. અહીં એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ દર્દીઓની સારવાર કરનારા ડૉક્ટર્સ અને નર્સ મોટી સંખ્યામાં શિકાર બની રહ્યા છે.  આ વાઇરસના મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં અત્યાર સુધી 26 નર્સ અને ૩ ડૉક્ટર કોરોના વાઇરસ સંક્રમિત થયા છે. મુંબઇ સેન્ટ્રલ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલને પ્રશાસન દ્વારા પૂરી રીતે સીલ કરી દેવાઇ છે. ઓપીડી અને ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે, 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

BMC દ્વારા આ હૉસ્પિટલને કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરી દેવાઈ છે અને હૉસ્પિટલને આદેશ અપાયો છે કે જ્યાર સુધી અહીંં તમામ કોરોના પોઝીટીવ કેસ બે વખત ટેસ્ટમાં નેગેટીવ ના આવે ત્યાર સુધી આ હોસ્પિટલ રીતે સીલ રહેશે. ત્યારે બીજી બાજુ મુંબઇના પેડર રોડ સ્થિત જસલોક હોસ્પિટલમાં પણ આવીજ સ્થિતિ છે. અહીં કુલ 10 સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે.  જેમાં 6 નર્સનો સમાવેશ છે.  

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  છેલ્લાં એક મહિનાથી અનાથ CBI ઓફિસરોને મળી ગયા નવા બોસ, કોંગ્રેસ સરકારમાં DGP રહેલાં ઋષિકુમાર શુકલા છે નવા બોસ !

મહારાષ્ટ્રમાં હાલ 781કોરોના દર્દીઓ સામે આવ્યા છે.  તેમાંથી  458 કેસ માત્ર મુંબઈ શહેરના જ છે. કોરોના વાઇરસથી રાજ્યમાં અત્યાર સુધી 45 લોકોના મોત થયા છે જેમાંથી ૩૦ મોત મુંબઈના છે.  આમ દર્દીઓને સારવાર કરનારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને નર્સને કોરોનાનું સંક્રમણ ચિંતા વધારનારું છે. 
 
Oops, something went wrong.
FB Comments