કોરોના વાઈરસ: દુનિયાભરમાં 5,96,700 લોકો સંક્રમિત, 27,352થી વધુ લોકોના મોત

Corona virus 5,96,700 people infected worldwide, more than 27,352 deaths

વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત્ છે. સંક્રમણના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઇટલીમાં શુક્રવારે એક જ દિવસમાં લગભગ એક હજાર જેટલા કોરોના દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ વિશ્વમાં કુલ મૃત્યુઆંક 27,352 ને પાર કરી ગયો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 5 લાખ 96 હજાર 700થી વધારે કોરોના સંક્રમણના કન્ફર્મ કેસ નોંધાઇ ચૂક્યા છે.

READ  અમદાવાદ બાદ હવે રાજ્યનું આ શહેર પણ 14 મે સુધી બંધ રહેશે

Corona patient booked for hiding details Gandhinagar

આ પણ વાંચો: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના હોવાની પુષ્ટી, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

અત્યાર સુધીમાં કુલ 1 લાખ 33 હજાર 355 લોકો આ રોગથી રિકવર પણ થઈ ચૂક્યા છે. અન્ય દેશો પર નજર કરીએ તો, અમેરિકામાં કન્ફર્મ કેસનો આંકડો 1 લાખને પાર કરી ચૂક્યો છે. 86,500 કન્ફર્મ કેસ સાથે ઇટલી બીજા નંબરે છે તો કોરોના વાઇરસનું એપી સેન્ટર એવું ચીન 81,394 કન્ફર્મ કેસ અને 3,295 મૃત્યુઆંક સાથે ત્રીજા નંબરે છે. મહત્વનું છે કે કોરોનાના કારણે વિશ્વમાં સૌથી વધુ મોત ઇટલીમાં થયા છે. ઇટલીમાં મૃત્યુઆંક 9,134ને પણ પાર કરી ચૂક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારતે પાકિસ્તાનની સામે 50 ઓવરમાં 336 રન બનાવ્યા, રોહિત શર્માએ 140 રન સાથે સદી ફટકારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments