ભારતમાં કોરોનાના કુલ 126 પોઝિટીવ કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 36 કેસ

corona-virus-covid-126-confirmed-cases-death-toll-in-india

કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દેશમાં મહારાષ્ટ્ર એપી સેન્ટર બની ગયું છે અને ત્યાં 36 કેસ સામે આવ્યા છે.  દેશમાં કોરોનાને મહામારી જાહેર કરી દેવાઈ છે.  જો કોરોના વાઈરસ પોઝિટીવ હશે અને સરકારને સહયોગ નહીં કરે તેવા દર્દીઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નકલી પોલીસથી સાવધાન! ભરૂચના અંકલેશ્વરમાંથી ઝડપાયો નકલી PI

આ પણ વાંચો :   કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દેશમાં 126 કેસ નોંધાયા
ભારતમાં કુલ કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 126 થઈ ગયી છે. ભારત સરકારે પહેલાં યુરોપથી આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે ભારતથી યુરોપ ટ્રાવેલિંગ પણ નહીં કરી શકો. ભારતમાં કોરોના વાઈરસને લઈને તમામ રાજ્યો પગલાં લઈ રહ્યાં છે. સરકારે સાવચેતી રાખવા માટે સલાહ આપી છે.

READ  રાહુલ ગાંધીના 'ચૌકીદાર ચોર હૈ' નિવેદન પર માફી રદ કરી એક્શન લેવાની સુપ્રીમ કોર્ટ પાસે કરાઈ માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોરોનાથી ડરવાની જરૂર નથી. જો જરૂરી ના હોય તો ભીડ હોય તેવી જગ્યાએ જવાનું ટાળો. દિવસમાં જ્યારે પણ બહાર જઈને આવો ત્યારે પોતાના હાથ સાબુથી 20 સેકન્ડ સુધી બરાબર સાફ કરો. બહારનું ખાવાનં ટાળો અને ઘરનું જ ગરમ ખાઓ. એકબીજાને ભેટવાનું કે હાથ મિલાવવાનું ટાળને દૂરથી નમસ્તે કરવાનું રાખો.  જો શરદી હોય તો છીંક ખાતી વખતે કે ઉઘરસ ખાતી વખતે મોં પર રુમાલ રાખો.

READ  રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર પરેશ ધાનાણીએ કર્યુ ટ્વીટ

 

Oops, something went wrong.
FB Comments