કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં તમામ 3 દર્દીઓની સ્થિતીમાં સુધારો

corona virus covid 19 indian government kerala infection cases recovered corona virus par India ni moti jit kerala ma tamam 3 dardio ni sthiti ma sudharo
તસવીર પ્રતિકાત્મક છે.

કોરોના વાયરસના કહેરથી ત્રણ ભારતીયો મુક્ત થયા છે. કેરળમાં કોરોના વાયરસથી ત્રીજા દર્દીની સ્થિતિમાં સુધારો થવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચીનની સાથે દુનિયાભરમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. જો કે ભારતે કોરોના વાયરસ પર સફળતા મેળવી છે.

China reports 139 more virus deaths in hard-hit province china ma corona virus na karan e 24 kalak ma vadhu 139 loko na mot

 

આ પહેલા કોરોના વાયરસથી ઠીક થયેલા બે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમાંથી એક વ્યકિતની સારવાર કસારગોડના કાજનગઢમાં સરકારી હોસ્પિટલમાં થઈ રહી હતી. જ્યારે બીજા વિદ્યાર્થીની સારવાર અલપ્પુજા મેડિકલ કોલેજના હોસ્પિટલમાં થઈ રહી હતી. બંનેના આરોગ્યમાં સુધારો આવ્યા પછી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: કોંગ્રેસનો 'સંવિધાન બચાવો' કાર્યક્રમ, ધરણાં બાદ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરશે

ચીનમાં કોરોના વાયરસથી રવિવારે 142 લોકોના મોત થયા છે. વાયરસથી મરવાવાળા લોકોની સંખ્યા વધીને 1,775 થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આરોગ્ય અનુસાર, શનિવારથી તાજા 2,009 કેસ નોંધાયા છે, જે એક દિવસ પહેલા જ સામે આવ્યા છે. કુલ 71,330 કેસ નોંધાયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ધોરાજી-જૂનાગઢ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, ઘટના સ્થળ ઉપર 2 લોકોના મોત

 

 

ચીનમાં કોરોના વાયરસ વધવાથી ભારત તબીબી પુરવઠાનો સામાન મોકલશે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિશ્રીએ રવિવારે ટ્વીટ કરતા કહ્યું કે, “તબીબી પુરવઠાનો સામાન મોકલવામાં આવશે અને મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. આ એક મજબૂત ઉપાય છે, જે ભારત અને ચીનના લોકો સાથે એકજૂટતા, દોસ્તી અને સદ્ભાવનાને પ્રદર્શિત કરશે.

READ  VIDEO: અમદાવાદમાં કોરોના ન ફેલાય તે માટે કોર્પોરેશન સક્રિય, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સેનામાં મહિલાઓને કાયમી કમીશન, સુપ્રીમ કોર્ટમાં કામ ના આવી કેન્દ્રની દલીલ

 

Oops, something went wrong.
FB Comments