વિશ્વભરમાં કોરોનાના લીધે હાહાકાર, અત્યારસુધીમાં 5444થી વધારે લોકોના મોત

Corona virus emergency in the world

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં કોરોના મહામારી સાબિત થઈ રહ્યો છે.  સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લોકો હવે આ બિમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજો, થિયેટર અને જાહેર કાર્યક્રમો પણ બંધ થવા લાગ્યા છે. અત્યાર સુધી કોરોના વાઈરસ 145 દેશમાં પ્રસરી ગયો છે.  જેમાં કુલ 5444થી વધુ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 1.48 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરતના વેસુમાં ભગવાન મહાવીર કોલેજમાંથી રૂપિયા 50 લાખની ચોરીની ઘટના

rumors-of-air-india-shutting-down-are-baseless-ashwani-lohani-chairman-and-managing-director

આ પણ વાંચો :    રાજકોટ: કોરોના વાઈરસના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમો કરાયા રદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીનમાં અત્યાર સુધી 3177 લોકોનાં મોત થયા છે.. જોકે ચીનમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી ઘટી રહ્યો છે પરંતુ યુરોપમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. જેથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાનું એપી સેન્ટર ચીનથી બદલીને યુરોપને જાહેર કર્યું છે તો બીજી તરફ ઈરાનમાં 514 લોકોના મોત સાથે કુલ 11364 કેસ નોંધાયા છે. સ્પેનમાં વધુ 34નાં મોત સાથે કુલ 120નાં લોકોનાં મોત થયા છે તો દક્ષિણ કોરિયામાં કુલ મૃત્યુઆંક 71 થયો છે.

READ  કોરોનાના કહેર વચ્ચે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, પોલીસે બુટલેગરને ઝડપી પાડયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસના વધતા કેસ પછી અમેરિકામાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. દરેક રાજ્યોને તાત્કાલીક ચોક્કસ ઉપાય કરવાનું કહેવામાં આવ્યું છે. વાઈરસની મહામારીને ટક્કર આપવા માટે ટ્રમ્પ પ્રશાસને રાજ્ય સરકારને 50 અબજ ડોલરનું ફંડ આપ્યું છે. મેક્સિકો પોતાને ત્યાં કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે ઉત્તરની બાજુ આવેલી સરહદને બ્લોક કરવા વિચારણા કરી રહ્યું છે. સાઉદી અરેબિયાએ રવિવારથી બે સપ્તાહ માટે તેની તમામ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા રદ્દ કરી દીધી છે.

READ  જામનગરના ખેડૂતો ભરાયા રોષે! બારદાન ખાલી થતા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વિલંબ, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments