લોકડાઉન : દુકાનદારો વસ્તુની MRP કરતાં પણ વધારે કિંમત વસૂલે છે? અહીં કરો ફરિયાદ

lockdown-several-shopkeepers-consumer-right-helpline-complaint

દેશમાં લોકડાઉન 21 દિવસ સુધી છે અને લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે બહાર જવાની પરમિશન આપવામાં આવી રહી છે. જો કે આ લોકડાઉનની સ્થિતિ અને લોકોની મજબૂરીનો લાભ લઈને અમુક દુકાનદારો મનફાવે તે કિંમતો વસૂલી રહ્યાં છે. આમ તમારી પાસે પણ MRP કરતાં વધારે કિંમત કોઈપણ જીવનજરૂરિયાત વસ્તુની વસૂલવામાં આવે તો તમે ફરિયાદ કરી શકો છો. ભારત સરકાર આ મુદે ખાસ નજર રાખી રહી છે. જેથી લોકડાઉનના સમયે કોરોના વાઈરસ સામેની લડાઈમાં લોકોને કોઈ મુશ્કેલી ના પડે અને તેમના ખિસ્સા પર ભાર ના પડે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાનાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટથી થયું વિદ્યાર્થિનીનું મોત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO

lockdown-several-shopkeepers-consumer-right-helpline-complaint

 

ક્યાં અને કેવી રીતે કરી શકો છો ફરિયાદ?

1.  ગ્રાહક મામલે કોઈપણ ફરિયાદ ભારત સરકારની વેબસાઈટ consumerhelpline.gov.in પર જઈને કરી શકો છો.

2. આ સિવાય ભારત સરકારના ટોલ ફ્રી નંબર 14404 અથવા 1800-11-4000 પર પણ કોલ કરીને તમારી ફરિયાદ નોધાવી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવરાત્રીમાં આ મંદિરમાં લાગશે સોનાનો દરવાજો, લાખો ભાવિકો આવે છે દર્શને

3. ગ્રાહક નંબર 8130009809 પર મેસેજ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે આમ કરશો તો તમને ભારત સરકારના ગ્રાહક વિભાગ તરફથી કોલ આવશે અને જે બાદ માહિતી આપવાની રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોઈપણ વસ્તુની ગુણવત્તા, કિંમત અને સેવાઓને લઈને જાણવાનો અધિકાર એક ગ્રાહક તરીકે તમે ભોગવો છો. જો કોઈ દુકાનદાર કે વિક્રેતા આવી જાણકારી આપવાનો કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો પ્રયત્ન કરે કે કોઈ વસ્તુની વધારે કિંમત વસૂલે તો તમે ફરિયાદ કરી શકો છો.

READ  રાજકોટમાં પોલીસની દાદાગીરીનો VIDEO વાયરલ

 

Top News Headlines Of his Hour : 10-04-2020 | Tv9GujaratiNews

FB Comments