કોરોના વાયરસ: માસ્ક અને સેનિટાઈઝરને મનફાવે તે કિંમતે વેચવું પડશે મોંઘુ, સરકારે લીધો આ નિર્ણય

corona virus masks sanitizers essential commodities temporarily ministry of consumer affairs and public distribution Corona virus masks ane sanitizers ne manfave te bhave vehvu padse monghu sarkar e lidho aa nirnay

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી સરકાર પણ સતત પગલા લઈ રહી છે. તેની વચ્ચે કોરોના વાયરસના ખતરાના કારણે બજારમાં માસ્ક અને સેનિટાઈઝર ઉપલબ્ધ નથી, તેને જોતા સરકારે આ બંને વસ્તુઓને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.

chinese-official-said-us-army-brought-covid-19-coronavirus-to-wuhan

 

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 ((કોરોના વાયરસ)ને ધ્યાનમાં રાખીને સરકારે કોરોના મેનેજમેન્ટ માટે લોજિસ્ટિક સંબંધી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. માસ્ક અને સેનિટાઈઝર બજારમાં હાજર નથી અથવા તો ખૂબ જ વધારે કિંમત પર તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

મંત્રાલયના નિવેદન મુજબ સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955માં ફેરફાર કર્યા છે. આ અંતર્ગત, માસ્ક અને સેનિટાઈઝર્સને 30 જૂન 2020 સુધીમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  કોરોના વાઈરસને લઈને મજાક કરવી પડી મોંઘી, થઈ શકે છે 5 વર્ષની જેલની સજા!

કેન્દ્ર સરકાર દ્વારા 1972 થી 1978ના અધિનિયમ દ્વારા રાજ્યોને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ શક્તિ પ્રદાન કરવામાં આવી છે. તેથી, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમનું ઉલ્લંઘન કરનારાઓને 7 વર્ષની સુધીની સજા પણ થઈ શકે છે. આ સિવાય તેઓને દંડ પણ ભરવો પડી શકે છે અથવા જેલ અને દંડ બંનેની સજા પણ થઈ શકે છે.

READ  3 બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ નેપાળ, 4નાં મોત 7 ઘાયલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ

 

Oops, something went wrong.
FB Comments