પૂણેમાં દર્દીને થયો કોરોના, હોસ્પિટલના ડૉક્ટર સહિત 92 લોકોનો સ્ટાફ ક્વોરન્ટાઈન

d-y-patil-medical-college Corona Confirm Case

મહારાષ્ટ્રમાં પુણેની ડી. વાય પાટિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક અકસ્માતનો ભોગ બનનારનું કોરોના વાઈરસ માટે સકારાત્મક પરીક્ષણ કરાયું છે. સ્થાનિક પ્રશાસનના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે ડી વાય પાટિલ હોસ્પિટલના ઘણાં ડોકટરો સહિત ઓછામાં ઓછા 92 સ્ટાફ સભ્યોને અલગ રાખવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

d-y-patil-medical-college staff quarantine

આ પણ વાંચો :  મુંબઈના વ્યક્તિનો ફેસબુક પોસ્ટમાં દાવો કે કોરોના સરકારનું કાવતરું, પોલીસે કરી ધરપકડ 

READ  ભાવનગર: મોરારિ બાપુની મુલાકાત કરવા પહોંચ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યા

અહીંના પિંપરી ચિંચવાડ ટાઉનશીપમાં આવેલી ખાનગી મેડિકલ સુવિધા ડી વાય પાટિલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન જીતેન્દ્ર ભાવલકરે જણાવ્યું કે આ દર્દી ઓટોરિક્ષા ચાલક છે અને 31 માર્ચે આ અકસ્માતનો ભોગ બન્યો હતો. 30 વર્ષનો આ દર્દી અકસ્માત બાદ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આવ્યો હતો. તેનું ઓપરેશન કરવામાં આવ્યું અને બીજા દિવસે તેને તાવ આવ્યો. ડોકટરોને શંકા ગઈ અને તેના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા.  જેનો રિપોર્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ દર્દીને તાત્કાલિક યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ઘરે આવીને RTO ફીટ કરી આપશે નવી નંબર પ્લેટ, આ પૂરાવા રાખજો સાથે

 

ડીન જીતેન્દ્ર ભાવલકર મુજબ હોસ્પિટલના અધિકારીએએ તરત જ તે લોકોની શોધ કરવાનો પ્રયાસ કર્યો કે જે આ માણસના સંપર્કમાં આવ્યા અને સાવચેતી રૂપે તમામ ૪૨ ડોકટરો અને  પેરામેડિકલ સ્ટાફના સભ્યોને ક્વોરન્ટાઈન કરાવવામાં આવ્યા. આ બધાના નમૂનાઓ પરીક્ષણો માટે મોકલવામાં આવ્યા છે. કેટલાંક લોકો દાવો કરે છે કે આ વ્યક્તિની તબલીગી જમાત સાથે કડી છે તો જ્યારે કેટલાક કહે છે કે તેણે ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા લોકોને પરિવહન કર્યું હતું. જો કે એક વરિષ્ઠ નાગરિક અધિકારીએ આ તમામ દાવાઓને નકારી દીધા છે.

READ  કાપડ વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ તેની સાથે છેતરપિંડી કરતા બે ઈસમોને સુરત પોલીસે ઝડપી લીધા
Oops, something went wrong.
FB Comments