કોરોના સામે જંગ: ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ લોકડાઉન રહેશે? જાણો વિગત

janta curfew jano tamara mate kem jaruri che 14 kalak sudhi ghar ma rehvu!

કેન્દ્ર સરકારે લોકડાઉનનો આદેશ એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ લીધો છે અને તેના લીધે ગુજરાતમાં જે પણ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ છે ત્યાં લોકડાઉન રહેશે. જો કે કેન્દ્ર સરકારે લોકડાઉન 31 માર્ચ સુધી રાખવા કહ્યું છે પણ ગુજરાતમાં આંશિક રીતે 25મી માર્ચ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જે વધારવામાં આવી શકે છે.   સરકારે ખાતરી આપી છે કે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ લોકો સુધી મળતી રહેશે.

READ  ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર, હેર સલૂન અને ચાની દુકાન ચાલુ કરવા દેવામાં આવશે: અશ્વિની કુમાર

ક્યાં ક્યાં શહેરમાં લોકડાઉન રહેશે? 

દેશભરમાં 75 જિલ્લા જ્યાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે ત્યાં લોકડાઉન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.  જો કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં જ્યાં કેસ સામે આવ્યો છે ત્યાં લોકડાઉન રહેશે. આ સમયે માત્ર નીચે મુજબની સેવાઓ જ કાર્યરત રહેશે તેવું રાજ્ય સરકારે જણાવ્યું છે.  જો કોઈ ભંગ કરશે તો તેની સામે એપીડેમિક ડિસીઝ એક્ટ 1897 અંતગર્ત કાર્યવાહી કરવામાં આવશે.

READ  દિવાળી પહેલા એક્શનમાં સુરત પોલીસ, ફટાકડા ફોડવા માટે બહાર પાડયુ જાહેરનામુ, જુઓ VIDEO

ગુજરાતમાં કોરોના વાઈરસના 18 કેસ સામે આવ્યા છે.  જેના લીધે ST બસ અને ખાનગી બસોના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  ગુજરાતથી કોઈપણ બસ અવરજવર કરી શકશે નહીં.  ગુજરાતની તમામ રાજ્યની જે સરહદ છે તેને સીલ કરી દેવાઈ છે.  કોઈપણ પેસેજન્જર સેવા જેવી કે ટેક્સી કેબ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.   આવશ્યક ચીજવસ્તુઓ લોકોને મળી રહેશે તેની સરકારે કાળજી રાખી છે.

READ  ખંભાતમાં હિંસક બનેલી જૂથ અથડામણ બાદ સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો!

 

 

Oops, something went wrong.

FB Comments