કોરોના વાઈરસને લઈને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની નવી પહેલ, વાંચો વિગત

Amc safety for corona virus call on 104 helpline number

કોરોના વાઇરસના પગલે અમદાવાદ મનપાએ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બે સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની કીટ બનાવવામાં આવી છે.. જો કોઈને વાઇરસને લઈને શંકાસ્પદ લક્ષણ જણાય આવે તો 104 પર સંપર્ક કરવાથી મનપાની ટીમ ઘરે જઈને તેને આ કીટ આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Amc safety for corona virus call on 104 helpline number

આ પણ વાંચો :   સિંહ-વાઘના સંરક્ષણ માટે કેટલું ફંડ? MP પરિમલ નથવાણીનો રાજ્યસભામાં સવાલ

READ  અમદાવાદમાં દિવસના અંતે મેઘરાજાની એન્ટ્રી, પાણી ભરાતા રાહદારી સહિત વાહનચાલકોએ ભારે હાલાકી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોર્પોરેશન દ્વારા જિમનેશયમ, સ્વીમીંગપુલ સહિત કોર્પોરેશન સંચાલિત હોલ બંધ, મેયરના બે સપ્તાહના સરકારી અને નિમંત્રણના કાર્યક્રમો બંધ રાખવાની પણ જાહેરાત કરાઈ છે. મેયર બિજલ પટેલે કહ્યું કે, શહેરમાં કુલ 250 ટીમ કામ કરે છે. જે જાહેરમાં થૂંકે છે તેને દંડ કરવામાં આવી રહ્યો છે. બિજલ પટેલે કહ્યું કે, સાવધાની અને સતર્કતા એ ઉપચાર છે. આ સાથે જ તેમણે શહેરીજનોને જાહેરમાં અને પ્રસંગમાં ન જવાની અપીલ કરી છે.

READ  અમિત શાહના નામાંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  સૌથી વધારે કેસ પાડોશી રાજ્યમાં જ નોંધાયા હોવાથી ગુજરાતમાં પણ કાળજી રાખવી જરૂરી છે.  જો કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને તપાસ કરાઓ.  આ સિવાય અમદાવાદમાં 104 નંબર પર કોલ કરીને કોરોના અંગેની કીટ પણ મેળવી શકો છો.  અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશન આ પગલાઓ કોરોનાના ના ફેલાય તે માટે લીધા છે.

READ  VIDEO: ટ્રાફિકના નવા નિયમો સામે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ

Oops, something went wrong.

FB Comments