આ છે દુનિયાના એવા દેશ જ્યાં કોરોના વાઈરસ પહોંચી શક્યો જ નથી!

Man suspected of coronavirus in Rajkot blood samples sent Pune for testing

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં હાહાકાર છે. એક દિવસમાં હજારો લોકો પોતાના જીવ આ વાઈરસના લીધે ગુમાવી રહ્યાં છે જ્યારે અમુક દેશ એવા છે જ્યાં એકપણ કોરોના વાઈરસનો કેસ નોંધાયો નથી. આ દેશ કોરોના વાઈરસના કહેરથી બાકાત છે અને તેમને દેશની સીમાઓ લોક કરી દીધી છે. જેના લીધે કોઈ દેશમાં પ્રવેશી શકે નહીં કે કોઈ દેશની બહાર જઈ શકે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ક્યાં ક્યાં દેશમાં કોરોના વાઈરસ છે જ નહીં?

UPDATE : In Gujarat, Total 63 tested positive for coronavirus till the date | Tv9

1. તુર્કમેનિસ્તાન દેશ મધ્ય એશિયામાં આવેલો છે. આ દેશમાં કોરોના વાઈરસ શબ્દ પર જ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ દેશમાં પણ કોરોના વાઈરસનો એકપણ કેસ નોંધાયો નથી.

READ  ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ

2. મધ્ય એશિયામાં જ આવેલો તાઝિકિસ્તાન દેશ છે જ્યાં પણ કોરોના વાઈરસનો એકપણ કેસ નથી. આ દેશ પહાડો માટે પ્રસિદ્ધ છે અને કોરોના વાઈરસના લીધે 1 માર્ચથી અહીં પર્યટકોની અવરજવર જ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

3. ચીન સાથે સરહદ છે તે દેશ ઉત્તર કોરિયામાં પણ કોરોના વાઈરસના પ્રકોપથી મુક્ત છે. ઉ. કોરિયાએ પણ પોતાની બોર્ડર સીલ કરી દીધી છે.

4. ઉત્તર આફ્રિકાના દક્ષિણ વિસ્તારમાં આવેલો સૂડાન દેશ પણ કોરોના વાઈરસથી સુરક્ષિત છે. આ દેશની વસ્તી 1.11 કરોડની છે અને આ દેશની પણ તમામ સરહદોને સાવચેતીરુપે સીલ કરવામાં આવી છે. જો કે જનજીવન આ દેશમાં સામાન્ય છે.

READ  પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પોતે કર્યો ખુલાસો કે પત્રકારોને તેમણે આપી છે લાંચ, ઍવૉર્ડ્સની આડમાં આપવામાં આવી લાંચ અને સત્તા મળશે તો ફરી આપશે લાંચ : આપ પણ સાંભળો, જુઓ Video

આ પણ વાંચો :   લૉકડાઉનનું પાલન નહીં કરનારાઓ સામે પોલીસ કરશે કાર્યવાહી, પોલીસને સહયોગ આપવા અપીલ

us-has-now-most-confirmed-corona-virus-cases-in-world-america-donald-trump-india-china-italy

5. યમનમાં પણ કોરોના વાઈરસનો પ્રકોપ નથી અને ત્યાં પણ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે. આ દેશની વસ્તી 3 કરોડની છે.

6. દક્ષિણ આફ્રિકાનો બુરુંડી નામનો દેશ પણ કોરોના વાઈરસના સંક્રમણથી દૂર છે. આ દેશમાં એકપણ કોરોના વાઈરસનો કેસ સામે આવ્યો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

7. પૂર્વ આફ્રિકામાં માલાવી નામનો એક દેશ આવેલો છે. આ દેશ પ્રાકૃતિક રીતે સમુદ્ધ છે. આ દેશમાં પણ કોરોના વાઈરસનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

READ  રેલવેએ ટિકીટ કેન્સલ કરવા પર વસુલવામાં આવતા ચાર્જને લઈને કરી આટલી મોટી કમાણી!

8. આફ્રિકાનો લિસોથો નામનો દેશ છે અને તે પણ પોતાના પહાડોના લીધે પ્રખ્યાત છે. આ દેશ અભ્યારણ્ય અને વન્યજીવો માટે જાણીતો છે. અહીંયા પણ કોરોના વાઈરસનો એકપણ કેસ નોંધાયો નથી.

9. કોમોરોસ દેશમાં પણ એકપણ કોરોના વાઈરસનો કેસ નોંધાયો નથી. આ દેશ પણ આફ્રિકામાં આવેલો છે. આ દેશને પરફ્યૂમ આઈલેન્ડ પણ કહેવામાં આવે છે કારણ કે અહીંયા ખુશ્બુદાર વૃક્ષો જોવા મળે છે.

 

Oops, something went wrong.
FB Comments