કોરોના : 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?

Corona Virus Gujarat Lockdown Decision by government corona virus ne laine aakha gujarat ma lockdown

આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાય ખાનગી વાહન લઇને પણ જરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે. હાલ આ જાહેરનામાનો ભંગ કરવા બદલ 62 ગુના દાખલ કરવામાં આવ્યા છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વલસાડના ધરમપુરમાં 2 કલાકમાં પડ્યો 2 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

આ પણ વાંચો :   કોરોના વાઈરસને અટકાવવા સૌથી મોટો નિર્ણય, સમગ્ર ગુજરાતમાં લોકડાઉન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આજે મધ્યરાત્રિથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ બંધ રહેશે. આ સિવાય નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જીવન-જરૂરીયાતની વસ્તુ લેવા જતા વ્યક્તિને પોલીસ રોકશે નહીં. લોકોને કાબૂમાં રાખવા માટે સરકારે SRPની 6 કંપની ફાળવવામાં આવી છે અને આગામી સમયમાં 4 RAFની કંપની પણ ઉતારશે. સમગ્ર રાજ્યમાં ટેક્ષી, કેબ, રિક્ષા, લક્ઝરી બસ સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ બંધ રાખવામાં આવશે. ખાનગી વાહનોથી અવરજવર કરી શકાશે. તેમાં ટુવ્હીલર અને ફોરવ્હીલરમાં માત્ર 2 વ્યક્તિઓ બેસી શકશે.

READ  Sion government hospital denies to admit eunuch - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments