દુનિયામાં કોરોના વાઈરસનો કાળો કહેર, 60 હજારથી વધારે લોકોના થયા મોત

corona virus ne laine duniyama 60 hajar lokona thaya mot

કોરોના વાઈરસના લીધે દુનિયામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે.  મોતની સંખ્યા 60 હજારથી કરતાં પણ વધી ગઈ છે. વર્લ્ડોમીટર નામની વેબસાઈટના અહેવાલ મુજબ 62,444 લોકોનો મોત નીપજ્યા છે.   દુનિયામાં 1,161,889  લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સારી વાત એ પણ છે કે કોરોના વાઈરસના લીધે 241,691 લોકો સ્વસ્થ થઈને પોતાના પરિવારની સાથે ઘરે પણ પહોંચ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઠાકોર એકતા સમિતિના પ્રમુખે સોશિયલ મીડિયામાં કરી વિવાદિત પોસ્ટ, દીકરીઓને દૂધ પીતી કરવા કરી હાંકલ, જુઓ VIDEO

corona virus ne laine duniyama 60 hajar lokona thaya mot

આ પણ વાંચો :   આજે 3 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા 108 થઈ, વાંચો વિગત

સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે. ઈટાલીમાં કોરોના વાઈરસના લીધે 15 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં 11 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે યુએસએમાં પણ કોરોના વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. યુએસમાં કોરોના વાઈરસના લીધે 7896 લોકોના  મોત થયા છે. ફ્રાન્સમાં પણ કોરોના વાઈરસના લીધે 6 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. યુકેમાં પણ 3 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

READ  અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં શું છે સ્થિતિ? 

કોરોના વાઈરસ અંગે ભારતની વાત કરીએ તો કુલ કન્ફર્મ કેસની સંખ્યા 3501 પહોંચી ગઈ છે.  જેમાં એક્ટિવ કેસની સંખ્યા 3144 છે જ્યારે 266 લોકો એવા છે જેઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.  ભારતમાં પણ કોરોના વાઈરસના લીધે 91 લોકોએ જીવ ગુમાવ્યો છે.

READ  VIDEO: રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આજે સુરતની મુલાકાતે

 

Oops, something went wrong.
FB Comments