મુંબઈના વ્યક્તિનો ફેસબુક પોસ્ટમાં દાવો કે કોરોના સરકારનું કાવતરું, પોલીસે કરી ધરપકડ 

Youth arrested for blaming government on Facebook about Corona in Mumbai
તસ્વીર પ્રતિકાત્મક છે.

કોરોના વાઈરસ અંગે અફવાઓ કે ખોટી માહિતી ફેલાવનારા સામે પોલીસ કડક પગલા લઈ રહી છે. આવી જ કાર્યવાહી મુંબઈ પોલીસે એક વ્યક્તિની સામે કરી છે. મુંબઈ પોલીસે આ વ્યક્તિની ધરપકડ આઈપીસીની કલમ 188 અને 505 અંતગર્ત કરી છે.  કોરોના વાઈરસને લઈને સરકાર કોઈ જ અફવાહ કે ખોટો દાવો ફેલાવનારાને છોડશે નહીં તેવું આ કાર્યવાહી પરથી સાબિત થઈ રહ્યું છે.

READ  શું ગુજરાતમાં કોંગ્રેસનો સારા દેખાવ અશોક ગહલોતને મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચાડી ગયો ?

Youth arrested for blaming government on Facebook about Corona in Mumbai

શું છે સમગ્ર મામલો? 

મુંબઈના રહેવાસી એક વ્યક્તિએ દાવો કર્યો કે કોરોના વાઇરસ અસ્તિવમાં જ નથી. આ માત્ર અમુક સમુદાયને નિશાન બનાવવા માટે સરકારનું કાવતરું છે. વધુમાં આ પોસ્ટમાં એવી અપીલ પણ લોકોને કરવામાં આવી કે કોઈપણ વ્યક્તિ આ અંગે પ્રશાસનને જાણકારી ના આપે.  મુંબઈ પોલીસે રવિવારે ચુનાભટ્ટી વિસ્તારથી એક 36 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી. પોલીસ મુજબ, શમીમ ઇફ્તેકાર ખાન નામના આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે ફેસબુકના માધ્યમે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે.

READ  ચીનમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 2 હજારને પાર પહોંચ્યો
Youth arrested for blaming government on Facebook about Corona in Mumbai
તસ્વીર પ્રતિકાત્મક છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે  શમીમે ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતુઃ કોરોના વાઈરસ સરકારનું કાવતરું છે. કોરોના વાઈરસના નામે સરકાર માત્ર અમુક સમુદાયને નિશાન બનાવવા માગે છે. એટલે આ વિશે કોઇપણ વ્યક્તિએ પ્રશાસનને કોઈ માહિતી ના આપવી. શમીમ ઇફ્તેકાર ખાન કુર્લા ઈસ્ટમાં કુરૌશીનગરનો રહેવાસી છે. ચુનાભટ્ટી પોલીસે આ શખ્સની ધરપકડ આઈપીસી સેક્શન 188 અને 5050 હેઠળ કરી છે.

READ  VIDEO: ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનો કેર યથાવત, દેશમાં 24 કલાકમાં 49 હજાર નવા કેસ નોંધાયા

 

Oops, something went wrong.
FB Comments