VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 165 પર પહોંચ્યો, જાણો જિલ્લા પ્રમાણે સ્થિતિ

Coronavirus cases in Gujarat rise to 165: Jayanti Ravi, Principal Secretary, Health & Family Welfare

રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલ સાંજ બાદથી 19 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે. આ સાથે જ પોઝિટિવ કેસનો આંકડો વધીને 165 પર પહોંચી ગયો છે. નવા 19માંથી 13 કેસ તો ફક્ત અમદાવાદના જ છે. આ સિવાય પાટણમાં 3, ભાવનગર, સાબરકાંઠા અને આણંદમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. ભાવનગરમાં 29 વર્ષની મહિલા, આણંદમાં 54 વર્ષના 1 પુરૂષ અને સાબરકાંઠામાં 34 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો રાજકોટમાં 37 વર્ષનો યુવક સાજો થઈ જતાં તેને રજા આપી દેવાઈ છે. કુલ 165માંથી 126 દર્દીઓની તબિયત સારી છે જ્યારે 4 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

READ  Surendranagar : Pregnant woman dies, family alleges negligence by hospital - Tv9 Gujarati

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાઈરસનો કેર: પાટણમાં કોરોનાના વધુ 3 અને ભાવનગરમાં વધુ એક કેસ પોઝિટિવ

અમદાવાદની વાત કરીએ તો નવા 13 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 77 પર પહોંચી છે. જેમાંથી 35 કેસ એટલે કે અડધા લોકોને તો સ્થાનિક સ્તરેથી જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જે નવા કેસ નોંધાયા છે તેમાં 60, 65, 24, 33 અને 59 વર્ષની સ્ત્રીઓ છે. જ્યારે 64, 53, 65, 26, 41, 40, 25, 64 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે.

READ  ભારતીય સેનાએ આ દેશ સાથે મળીને ચલાવ્યું ઓપરેશન, ઉગ્રવાદીઓના અડ્ડાઓનો કર્યો સફાયો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments