ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 21,370 થયા, જાણો રાજ્ય પ્રમાણે સ્થિતિ

Coronavirus cases in India rise to 21,370

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસની સંખ્યા 1290 વધીને 21 હજાર 370 થઈ ગઈ છે. અને વધુ 36 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 681 પર પહોંચી ગયો છે. તો 4370 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.

READ  કલેકટરની મંજૂરી લઈને આ જિલ્લામાંથી લોકો પોતાના ઘરે જઈ રહ્યાં છે, જુઓ VIDEO

આ પણ વાંચો: વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત, 26.37 લાખ પોઝિટીવ કેસ નોંધાયા

જ્યાં અત્યાર સુધી 269 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 5649 કેસ પોઝિટિવ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 431 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો દિલ્લીમાં નવા 92 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 2 હજાર 248 થઈ ગયો છે અને 48 લોકોનાં મોત થયા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 35 કેસના વધારા સાથે પોઝિટિવ કેસ 1587 થઈ ગયો છે અને 80 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 1629 કેસ અને 18નાં મોત થયા છે. રાજસ્થાનમાં 1888 કેસ અને 27નાં મોત થયા છે. તો ઉત્તરપ્રદેશમાં 1449 કેસ અને 21નાં મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  KHELO INDIA 2020 : સ્પર્ધકોએ મેળવ્યા 15 ગોલ્ડ મેડલ, દેશમાં 9માં ક્રમાંકે ગુજરાત

FB Comments