આરોગ્ય સચિવ જયંતિ રવિ બીજી વખત સુરતની મુલાકાતે, શહેરમાં વધતા કોરોનાના કેસને લઇને કરી સમીક્ષા

Coronavirus cases on rise in Surat Jayanti Ravi holds meeting with hospital authority

કોરોના હોટ સ્પોટ બની રહેલા સુરતમાં સંક્રમણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. સુરતમાં આજે અમદાવાદ કરતાં પણ વધુ કેસ નોંધાયા. આજના જાહેર થયેલા આંકડા મુજબ નવા 205 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 183 અને જિલ્લાના 22 મળીને કુલ ટોટલ 5,260 કેસ થયા છે. જેની વચ્ચે આજે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે સુરતમાં ધામા નાખ્યા હતા. તેમણે બીજી વખત સુરતની મુલાકાત કરી પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. બેઠક બાદ સંક્રમણ વધવાનું કારણ લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં પહેરતા હોવાનું તેમણે જણાવ્યું.

READ  અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક પ્રદર્શન! પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ, જુઓ VIDEO

આ પણ વાંચો: રાજકોટ: ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments