રાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન

Coronavirus crisis Rajkots two companies started making N95 masks

કોરોના સામેની મહામારીમાં સૌરાષ્ટ્રે વેન્ટિલેટર તૈયાર કર્યા બાદ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટના બે ઉદ્યોગપતિઓએ હવે એન-95 માસ્ક તૈયાર કર્યા છે. કાલાવડ હાઇ વે પર આણંદપર ગામ નજીક આવેલી પેલિકન નામની કંપનીએ N-95 માસ્ક તૈયાર કર્યા છે. 150 જેટલા કર્મચારીઓની ટીમની મદદથી માત્ર 20 દિવસમાં જ ફુલી ઓટોમેટિક મશીન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 25 હજાર જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. આનંદની વાત એ છે કે જે મશીનમાં માસ્ક બને છે, તેના તમામ પાર્ટસ સ્થાનિક ઉદ્યોગો પાસેથી જ મળ્યા છે, એટલે કે આ માસ્ક સંપૂર્ણ રીતે સ્વદેશી છે. આ માસ્કની ગુણવત્તા પણ ચીન કરતાં ઘણી સારી છે.

READ  કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલાં પત્રકારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments