લોકડાઉન કેવી રીતે કરી રહ્યું છે કોરોના સામે લડવામાં મદદ? વાંચો વિગત

Coronavirus: India enters 'total lockdown' after spike in cases

મહામારી ઘોષિત કોરોના વાઈરસ વિરૂદ્ધ ભારતે જંગ છેડી દીધો છે. દેશભરમાં જ્યા 21 દિવસના લોકડાઉનનું એલાન કરવામા આવ્યું છે, તો આ પહેલા પીએમ મોદીના આહવાનથી જનતા કર્ફયૂ પણ લાગ્યું હતુ. જેનો ફાયદો હવે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાઇરસના નવા મામલાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસના દરરોજના જે કેસ નોંધાય  છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ લોકડાઉનનું પાલન કરવા માટે અમે પણ અપીલ કરી રહ્યાં છીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એવુ તે શું થયુ કે અમેરિકાને જરૂર પડી ગુજરાતની?

Corona patient booked for hiding details Gandhinagar

આ પણ વાંચો :  કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલાં પત્રકારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

સોમવારે જ્યા નવા મામલાઓની સંખ્યા 99 હતી. તે મંગળવારે 64 થઇ ગઇ. સુખદ વાત એ પણ છે કે 48 કોરોના વાઇરસના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. જો કે હજુપણ કોરોનાના દર્દીઓની સંખ્યા 562 છે, જ્યારે મરનારાઓની સંખ્યા 12 છે.  આંકડાઓ પરથી જ જાણી શકાય છે કે તમે બહાર નથી નીકળવાના તો કોરોના તમારા સાથે ઘરમાં આવવાનો નથી.  જેથી જરૂરી વસ્તુઓ લેવા માટે જ બહાર નીકળો અને માસ્ક પહેરો. આ સિવાય જ્યારે પણ ઘરે આવો ત્યારે સારી રીતે હાથ મોં અને પગ સાબુથી ધોઈ લો જેથી કોરોના વાઈરસનો ખતરો તમારા પરિવાર પર ના રહે.

READ  WHOએ માની પોતાની ભૂલ, ભારતમાં કોમ્યુનિટિ ટ્રાંસમિશનથી નથી ફેલાતો કોરોના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ લોકડાઉનના સારા પરિણામો આંકડાઓમાં જોવા મળી રહ્યાં છે.  તમારું ઘરમાં રહેવું એજ અત્યારે સૌથી મોટી દેશ સેવા છે.  વારંવાર સરકાર પણ આ અપીલ કરી રહી છે તો તમે બિનજરૂરી કામ માટે ઘરની બહાર ના નીકળો અને કોરોનાને ફેલાતો અટકાવો.

READ  સફળતા તરફ ચંદ્રયાન-2, ચંદ્રની બીજી કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2

 

Oops, something went wrong.
FB Comments