દેશમાં કોરોનાથી 24 કલાકમાં 16 લોકોના મોત, પોઝિટિવ કેસનો આંકડો 1,345ને પાર

coronavirus-india-updates-total-number-of-cases-at-1345-death-toll-rises-to-43

કોરોના વાઈરસે વિશ્વ સહિત સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે. દેશમાં કોરોનાના કુલ 1345થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 135થી વધુ લોકો સાજા પણ થઈ ગયા છે. જ્યારે 43 લોકોનાં મોત થઈ ગયા છે. એટલે કે ફક્ત 24 કલાકમાં જ 16 લોકો મોતને ભેટ્યા છે. આવું પહેલીવાર બન્યું છે કે એકજ દિવસમાં આટલા બધા લોકોનાં મોત થયા હોય. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 235થી વધુ છે. જ્યાં મોતની સંખ્યા પણ સૌથી વધુ 10 છે. કેરળમાં 234 કેસ છે. અને મોતની સંખ્યા 1 છે. તો કર્ણાટકમાં 90થી વધુ પોઝિટિવ કેસ અને 3ના મોત થઇ ગયા છે.

READ  VIDEO: અમદાવાદમાં સુપર સ્પ્રેડરે ચિંતા વધારી, 26 લોકોના રિપોર્ટ પોઝિટીવ

Coronavirus claims one more life in Ahmedabad

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના કુલ 71 કેસ, અમદાવાદમાં 23 કેસ જ્યારે રાજકોટમાં 10 કેસ નોંધાયા

ઉત્તરપ્રદેશમાં 95થી વધુ કેસ છે. તો દિલ્લીમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 95થી વધુ છે, જ્યારે 2ના મોત થઇ ગયા છે. ગુજરાતમાં 70 કેસ છે. 3 રિકવર થઇ ગયા છે. જ્યારે 6 લોકોના મોત છે. આમ મોત થવામાં દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. તો તંલગાણામાં પણ 75થી વધુ કેસ છે અને એકનું મોત છે. જ્યારે રાજસ્થાનમાં 79 પોઝિટીવ કેસ છે, સદનસીબે રાજસ્થાનમાં એકપણ મોત થયું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 19 દર્દીઓના મોત, વધુ 348 કેસ નોંધાયા: આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments